મેરા પીછા છોડો બહેન...’ ઉર્વશી રૌતેલા પર ભડક્યો ક્રિકેટર રિષભ પંત!

PC: khabarchhe.com

ભારતીય ક્રિકેટ ટીમનો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત અને બોલિવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ફરી ચર્ચામાં છે. વાત એવી છે કે, ઉર્વશી રૌતેલાએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં મિસ્ટર RP શબ્દનો ઉલ્લેખ કર્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોને લઈને લોકોનું કહેવું છે કે, ઉર્વશીએ RP શબ્દનો ઉપયોગ ક્રિકેટર રિષભ પંત માટે કર્યો છે. બીજી બાજુ એક સ્ક્રીનશોટ ઝડપી વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ રિષભ પંત તરફથી ઉર્વશી રૌતેલાને આપવામાં આવેલો જવાબ છે.

ઉર્વશી રૌતેલાનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેમાં તે હોટેલનો એક કિસ્સો સંભળાવી રહી છે. ઉર્વશીએ કહ્યું કે, 'હું વારાણસીથી શૂટિંગ કરીને દિલ્હી આવી હતી, જ્યાં મારો શો થવાનો હતો. મેં આખા દિવસ શૂટિંગ કરી અને 10 કલાકની શૂટિંગ પછી જ્યારે હું હોટેલ પહોંચી તો થાકી ગઈ હતી અને હું ઊંઘી ગઈ. મિસ્ટર RP આવ્યા અને તે મારી લોબીમાં રાહ જોતા રહ્યા, તેણે મને 17 વાર કોલ કર્યા પણ મને ખબર જ પડી ન હતી. મને તે સારું ન લાગ્યું, પછી મે તેમની સાથે વાત કરી અને કહ્યું કે, જ્યારે તમે મુંબઈમાં આવશો ત્યારે આપણે મળીશું, પણ ત્યાં સુધી મીડિયામાં આ વાતો સામે આવી ચુકી હતી.'

બોલિવુડ એક્ટ્રેસનો આ વીડિયો વાયરલ થયા બાદ એક સ્ક્રીનશોટ પણ વાયરલ થવા લાગ્યો હતો. સોશિયલ મીડિયા પર લોકોનું કહેવું છે કે, રિષભ પંતે ઇન્સ્ટા સ્ટોરી મૂકી હતી અને પછી તેને હટાવી દીધી. લોકોના પ્રમાણે વાયરલ ઇન્સ્ટા સ્ટોરીમાં રિષભ પંતે લખ્યું કે, 'કેટલું હાસ્યાસ્પદ છે ને કે, લોકો ફેમસ થવા માટે અને હેડલાઇન્સમાં રહેવા માટે ઇન્ટરવ્યૂમાં ખોટું બોલે છે, આ જોઈને દુઃખ થાય છે, લોકો નેમ અને ફેમ માટે ખોટું બોલે છે. તેમણે મારી શુભેચ્છાઓ છે. ‘મેરા પીછા છોડો બહેન’. હેશટેગ ખોટું બોલવાની પણ લિમિટ હોય છે.'

આ પહેલી વખત નથી જ્યારે ઉર્વશી રૌતેલા અને રિષભ પંત ટ્રેન્ડ થઈ રહ્યા છે, આના પહેલા પણ બંનેને લઈને મીડિયામાં સમાચાર આવી ગયા છે. જો કે, અત્યાર સુધી બંનેએ કોઈ પણ પ્રતિક્રિયા આપી નથી.

મીડિયામાં એક વાર આ સમાચાર આવ્યા હતા કે, રિષભ પંતે વ્હોટસએપ પર ઉર્વશી રૌતેલાને બ્લોક કરી દીધું છે, તેના પહેલા ઉર્વશીએ પંતના જન્મદિવસે તેને ટ્વીટ કરીને શુભકામનાઓ મોકલાવી હતી. રિષભ પંત હાલમાં જ વિન્ડીઝ પ્રવાસથી પાછો આવ્યો છે. હવે તે આગામી એશિયા કપમાં રમતો જોવા મળશે. એશિયા કપનું આયોજન 27 ઓગસ્ટથી UAEમાં થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp