ચીન છોડી Apple કંપની ભારતમાં બનાવી શકે છે iPhone

PC: zmobilesyrup.com

iPhone મોડલ્સના ઉત્પાદનને લઈને Apple એ હવે ચીન છોડી ભારત તરફ ઝુકાવ વધાર્યો છે. તાજેતરમાં જ સામે આવેલા રિપોર્ટ અનુસાર Apple 2022 સુધીમાં લેટેસ્ટ iPhone 14 નું 5 ટકા ઉત્પાદન ભારતમાં કરી શકે છે. એટલું જ નહિ 2025 સુધીમાં કંપનીનો ટાર્ગેટ છે કે Apple પોતાના iPhone નું ભારતમાં ઉત્પાદન કરી શકે છે.


સરકાર દ્વારા ભારતને મેન્યુફેક્ચરિંગનું હબ બનાવવા માટે પુરા પ્રયાસો કારવામાં આવી રહ્યા છે અને આના માટે ભારતમાં ફોક્સકોર્ન તથા વિસ્ટ્રોન જેવી મેટી કંપનીઓને પણ ઓફર કરી છે.

વિયતનામમાં પણ પોતાની ipad,વોચનું ઉત્પાદન કરી શકે છે Apple

રોપોર્ટ અનુસાર માત્ર ભારતમાં જ નહીં Apple વિયતનામમાં પણ પોતાની ipad અને Apple વોચનું 20 ટકા અને ઈયરપોડ્સનું 65 ટકા ઉત્પાદન કરી શકે છે. Samsung એ ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ માટે ઓળખ્યા બાદ ભારતમાં પોતાની સૌથી મોટી ફેક્ટરીનું પણ સેટઅપ કરી નાખ્યું છે. આ ઉપરાંત ચીની સ્માર્ટફોન ઉત્પાદન કરતી Xiaomi, vivo, oppo અને oneplus સહિતની કંપનીઓ પણ પોતાના હેડસેટ સ્થાનિક રૂમમાં ભારતમાં ગોઠવી રહી છે.

Apple કંપની દ્વારા નથી અપાઈ સત્તાવાર માહિતી

તમને જણાવી દઈએ કે અત્યાર સુધી Apple કંપની દ્વારા ભારતમાં iPhone પ્રોડક્શન માટે કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. જેને લઈને ભારતમાં ક્યાં સુધીમાં iPhoneનું ઉત્પાદન થઈ શકે છે તે હજુ સ્પષ્ટ કઇ શકાય તેમ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા એક રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં iPhone ઉત્પાદનને લઈને કહેવામાં આવ્યું હતું કે ટાટા ગ્રૂપ વિસ્ટ્રોન કોર્પની સાથે મળીને ઉત્પાદન કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp