રાફેલ ડીલઃ સુપ્રીમની ક્લિન ચીટ બાદ શું કહે નેતાઓ

PC: dnaindia.com

રાફેલ ડીલ મુદ્દે સુપ્રીમકોર્ટ તરફથી કોંગ્રેસનો મોટો ઝાટકો લાગ્યો છે. અને કેન્દ્ર સરકારને રાહત મળી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગાઇના જણાવ્યા અનુસાર રાફલે સોદામાં કોઇ પણ પ્રકારનો સંદેહ નથી. રાફેલની ગુણવત્તા પર પણ કોઇ સવાલ આવતો નથી. અમે આ સોદા અંગેની પૂર્ણ પ્રક્રિયા વાંચી છે. વિમાનની કિંમત જોવું એ અમારૂ કામ નથી. રાહુલ ગાંધી આ ડીલ દ્વારા અનિલ અંબાણીને ફાયદો પહોંચાડવાનો આરોપ જાહેરમાં લગાવી રહ્યા હતા. તેવામાં સુપ્રીમ કોર્ટ ચીફ જસ્ટીસ રંજન ગોગાઇની અધ્યક્ષતા ધાવતી ત્રણ સદસ્ય ધરાવતી બેંચ દ્વારા શુક્રવારે રાફેલ મુદ્દે સુનવલણી કરતા જણાવ્યુ કે રાફેલ સોદામાં કોઇ સંદેહ કરી શકાય તેમ નથી. રાફેલની ગુણવત્તામાં પણ કોઇ સવાલ કરી શકાય તેમ નથી. અમે આ સોદા અંગની પૂર્ણ પ્રક્રિયા વાંચી છે. કોર્ટે કેન્દ્ર સરકારે ફ્રાંસની સાથે કરવામાં આવલે 36 ફાઇટર પ્લેન ખરીદવા અંગેના સોદા અંગે બચાવ કર્યો છે. અને તેની કિંમત સાથે સંબંધિત જાણકારી સાર્વજનિક કરવાની માંગનો વિરોધ કર્યો અને જણાવ્યુ કે વિમાન આપણા દેશની જરૂરત છે. કોર્ટની પીઠે આ મુદ્દે નોંધવામાં આવેલ અરજીઓ પર 14 નવેમ્બરના રોજ સુનવણી પૂર્ણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

14 Dec, 2018
03:37 PM
ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવતે જણાવ્યુ કે રાફેલ ડિલ પર સુપ્રિમ કોર્ટના નિર્ણયથી રાહુલગાંધીના જુઠ્ઠાણાની પોલ ખુલી છે. રાહુલ ગાંધીને ન ફક્ત પીએમ પર ખોટા આરોપ લગાવ્યા પરંતુ દેશની સુરક્ષા ને પણ જોખમમાં નાખવાનો પ્રયત્ન કર્યો. ભ્રમ અને જુઠ્ઠાણું ફેલાવવા માટે રાહુલ ગાંધીને દેશ પાસે માફી માંગવી જોઇએ
[removed][removed]
14 Dec, 2018
03:02 PM
રાફેલ ડીલ પર આજે સાંજે ચાર વાગે પ્રેસકોન્ફરન્સ કરશે કોંગ્રેસ
14 Dec, 2018
02:56 PM
સંજય રાઉત, શિવસેના : કોર્ટે કોઇ પણ વાત ખોટી નથી કીધી, રાફેલ વિમાનની કિંમત નિર્ધારીત કરવી તે કોર્ટનું કામ નથી. બરોબર તે રીતે જ મંદિર બનાવવું પણ તેમનું કામ નથી. રાફેલ ડીલના મુદ્દાને કોર્ટમાં નહિ સંસદમાં નીવેડો લાવવાનો રહેશે
[removed][removed]
14 Dec, 2018
02:16 PM
રાહુલ ગાંધીએ જણાવવું જોઈએ કે જે આરોપ તમે લગાવ્યા છે તેનો સોર્સ શું છેઃ અમિત શાહ
14 Dec, 2018
02:08 PM
PM મોદી સામે ખોટા આરોપો લગાવવામાં આવ્યા છેઃ રામ માધવ
14 Dec, 2018
01:47 PM
જો કોંગ્રેસ પાસે તમામ પૂરાવા છે તો તે સુપ્રિમ કોર્ટ પાસે કેમ ન ગઇ? તેમની ટીમ પણ હાલમાં ત્યાંજ હતી. જેપીસી ફક્ત ત્યારે બને છે જ્યારે સદનમાં ચર્ચા થાય છે. હું કોંગ્રેસને રાફેલ પર ચર્ચા કરવા અંગે પડકારૂ છું
[removed][removed]
14 Dec, 2018
01:42 PM
રાફેલ સોદાના સંબધમાં આવેલ સર્વોચ્ય ન્યાયલયના નિર્ણયનો અમે સ્વાગત કરીએ છીએ, આજે સત્યની જીત થઇ છે. : અમીત શાહ
14 Dec, 2018
01:40 PM
કોંગ્રેસ પાર્ટીએ જુઠ્ઠાણાનો સહારો લઇ રાજનીતિ કરવાની શરૂઆત કરી છે : અમીત શાહ
14 Dec, 2018
01:39 PM
સત્યની હંમેશા જીત થાય છે. રાફેલ મામલે કોર્ટના નિર્ણયથી તે વાત સ્પષ્ટ થઇ છે કે રાફેલ ડીલને કોંગ્રેસે પોતાના ખાનગી સ્વાર્થ માટે ખોટી જણાવી, કોર્ટને આ ડીલમાં કોઇ પણ વ્યાવસાયીક ફાયદો નજર આવ્યો નથી: અમીત શાહ
14 Dec, 2018
01:35 PM
હું રાહુલ ગાંધીને એક સલાહ આપવા માંગુ છું કે સૂરજની બાજુ કિચડ ફંકવાથી સૂરજનું કંઇ ખરાબ થતું નથી પરંતુ પોતાની ઉપરજ કિચડ પડે છે. આવી છોકરમત હરકતોથી તેમણે બચવું જોઇએ, થઇ શકે છે કે તેનાથી તેમની વિશ્વશનીયતામાં વધારો થાય
[removed][removed]
14 Dec, 2018
01:24 PM
પોતાના રાજનીતીક લાભ માટે રાફેલ ડિલના મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ અને કોંગ્રેસ પાર્ટીએ દેશને ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની છબી પણ ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો. આ એક ગુનો છે. સંસદમાં આવીને કોંગ્રેસ અધ્યક્ષ દેશ પાસે માફી માંગે : રાજનાથ સિંહ
14 Dec, 2018
01:20 PM
રાફેલ પર સુપ્રિમકોર્ટના નિર્ણય બાદ સાંજે ચાર વાગે પ્રેસકોન્ફરન્સ કરશે ડિફેન્સ મિનીસ્ટર નિર્મલા સીતારમણ અને ફાઇનાન્સ મીનીસ્ટર અરૂણ જેટલી
14 Dec, 2018
01:18 PM
મલ્લિકા્ર્જુન ખડગે આ મુદ્દા પર આજે સદનમાં અમે રાફેલ પર મુદ્દો ઉછાવ્યો હતો. જેમાં અમે જણાવ્યુ હતું કે, તેની પર જેપીસી બને ત્યારેજ આ સમગ્ર મુદ્દે ખુલાસો થઇ શકે છે. અમે રાફેલની કિંમતોને લઇને સવાલ ઉઠાવ્યા હતા. સરકારે તેમ કેમ કહ્યું કે અમે તેને કોર્ટ પરિસરમાં ઉભા રાખી રહ્યા છે? ખડગે એ સવાલ કર્યો કે રાફેલના ભાવ ત્રણ ગણા કેમના થયા.તેની પર અમે સવાલ ઉભા કરી રહ્યા છીએ, માફી માંગવાનો આની પર કોઇ સવાલજ ઉભો થતો નથી. અમે તેજ કારણોસર JPC ની માંગ કરી છે. PILના આધાર પર જો અધૂરૂ નિવેદન આપવામાં આવી રહ્યું છે તે ખોટુ છે. અમારી માંગ હાલમાં પણ તે જ છે કે તેની પર જેપીસી બને.
14 Dec, 2018
01:04 PM
સુપ્રિમકોર્ટના નિર્ણય પર કોઇ નકારાત્મક વાત કરવી અનુચિત જનતા અદાલત અને સંસદમાં જવા અંગેનો વિકલ્પ ખુલ્લો છે રાફેલ ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો છે. JPC બનાવીને ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે : સંજય સિંહ, આમ આદમી પાર્ટી
14 Dec, 2018
01:00 PM
અનિલ અંબાણીએ સુપ્રિમકોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું, અને કહ્યું, તેમની ફર્મના વિરૂધ્ધમાં રચવામાં આવેલ રાજનીતીક ષડયંત્ર નો અંત આવ્યો છે: અનિલ અંબાણી
14 Dec, 2018
12:52 PM
કોંગ્રેસના આનંદ શર્માના જણાવ્યા અનુસાર સુપ્રિમકોર્ટે ઘણા મહત્વના પડાવ પર ટિપ્પણી કરી નથી. અમે હાલમાં પણ જેપીસીની માંગ કરી રહ્યા છે. તેમણે જણાવ્યુ કે, પીએમ મોદી અને બીજેપી માટે સુપ્રિમ કોર્ટના નિર્ણય પર ખુશ થવાનું કોઇ કારણ નથી કારણકે આ નિર્ણય વિરોધાભાસી છે. સુપ્રિમ કોર્ટે તેમ પણ જણાવ્યુ કે, તેના ઉંડાણમાં ઉતરવું યોગ્ય રહેશે નહિ.
14 Dec, 2018
12:46 PM
રાફેલ પર સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરે ટ્વીટ કરી કહ્યું, 'સત્યમેવ જયતે'
[removed][removed]
14 Dec, 2018
12:44 PM
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યુ કે, આજે સુપ્રિમકોર્ટના નિર્ણયથી તે સ્પષ્ટ થયું છે કે કોંગ્રેસે પહેલા જણાવ્યુ હતું તે જ સાચુ હતું અને રાફેલ ડીલ જેવી રક્ષા ડીલની તપાસ માટે સુપ્રિમ કોર્ટ સાચુ માધ્યમ નથી: રણદીપ સુરજેવાલા, કોંગ્રેસ
[removed][removed]
14 Dec, 2018
12:30 PM
SCનો નિર્ણય પૂર્ણ રીતે ખોટો: પ્રશાંત ભૂષણ
સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું કે 'સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પુરાવાના આધાર પર રાફેલ ડીલને લઈને કોઈ પણ પ્રકારની તપાસની જરૂરિયાત નથી. કોર્ટે ડીલ સંબંધિત પ્રક્રિયા અને કિંમતો પર સંતુષ્ટિ દર્શાવી છે, પરંતુ મારા મત અનુસાર સુપ્રીમ કોર્ટનો નિર્ણય પૂર્ણ રીતે ખોટો છે. તેમણે અમારા તર્ક પર ધ્યાન નથી આપ્યું.'
14 Dec, 2018
12:29 PM
પોતાના ખાનગી સ્વાર્થ માટે કોંગ્રેસ અધ્યક્ષે જનતાને ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યો છે અને દેશની છબી આંતરરાષ્ટ્રીય સ્તર પર ખરાબ કરવાનો પ્રયત્ન પણ કર્યો છે. તેમણે વિચાર્યુ અમે તો ડૂબીજ ગયા છે સનમ તને પણ લઇ ડૂબીશું: લોકસભામાં રાજનાથ સિંહ
[removed][removed]
14 Dec, 2018
12:28 PM
PM મોદીની માફી માંગે રાહુલ ગાંધી- અનુરાગ ઠાકુર
રાફેલ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ BJP સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યુ હતુ કે, રાહુલ ગાંધીએ રાફેલને લઈને સદન અને સદનની બહાર જુઠ્ઠાણુ ફેલાવ્યુ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ અપમાન કર્યુ છે અને રાહુલ ગાંધીએ તે અંગે માફી માગંવી જોઈએ. કોંગ્રેસ પાર્ટી રાજકારણની આગળ કંઈપણ જોઈ નથી રહી અને આ સમગ્ર મામલામાં અમે દેશના હિતની વાત કરીએ છીએ.
14 Dec, 2018
12:27 PM
સંસદમાં કરવામાં આવે રાફેલ પર ચર્ચા: વિજય ગોયલ
બીજેપી નેતા અને સંસદીય કાર્ય રાજ્યમંત્રી વિજય ગોયલે જણાવ્યું કે, બીજેપી તેમ ઇચ્છે છે કે સદનમાં રાફેલ મુદ્દે ચર્ચા કરવામાં આવે. પરંતુ હવે જ્યારે કોર્ટનો તેની પર નિર્ણય આવી ગયો છે. કોંગ્રેસ તેની પર ચર્ચા કરવા માંગતી નથી. અને સતત સદનમાં વિક્ષેપ કરી રહી છે. અમે તેમ ઇચ્છીએ છીએ કે, કોર્ટે જે વાત રાફેલ પર કહી છે. તે સદનના માધ્યમથી જનતાને જણાવવામાં આવે
14 Dec, 2018
12:27 PM
RJDની પણ JPCની માંગણી RJD સાંસદ મનોજ ઝાએ પણ કોંગ્રેસની જેમ માંગણી કરી છે કે, રાફેલ મામલે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)નુ ગઠન થવુ જોઈએ એટલે કે JPC વિના આ મામલાની રજે રજની માહિતી મળી શકશે નહીં.
14 Dec, 2018
12:26 PM
અભિયાન ચાલુ રહેશે: પ્રશાંત ભૂષણ
પ્રશાંત ભૂષણે કહ્યું કે આ નિર્ણય વિરુદ્ધ અમે પુનર્વિચાર પિટિશન દાખલ કરવા માટે વિચાર કરશે, પરંતુ અભિયાન ચાલુ રહેશે
14 Dec, 2018
12:24 PM
રાજ્યસભામાં ચર્ચા થવી જોઈએ: અરુણ જેટલી
સુપ્રીમ કોર્ટમાં રાફેલ ડીલના નિર્ણય પછી નાણામંત્રી અરુણ જેટલીએ રાજ્યસભામાં આ ડીલને લઈને ચર્ચા કરવા માટેની માગણી કરી છે.
14 Dec, 2018
12:24 PM
રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટના ફેંસલા બાદ TMCએ કહ્યું સુપ્રીમ કોર્ટનો ફેંસલો નહીં અમારી સંયુક્ત સંસદીય સમિતિની માંગ છે
14 Dec, 2018
12:22 PM
કોંગ્રેસ માંગે પ્રધાનમંત્રી પાસે માફી: હુસૈન શાહનવાઝ
હુસૈને ટ્વીટ કરતા જણાવ્યુ કે રાફેલ વિમાન સોદામાં કોઇ પણ પ્રકારની ગડબડી સુપ્રિમ કોર્ટ દ્વારા ખારીજ કરવામાં આવ્યા બાદ કોંગ્રેસે દેશ પાસે માફી માંગવી જોઇએ કોંગ્રેસે સૌથી ઇમાનદાર પ્રધાનમંત્રીની છબીને ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો છે. કોંગ્રેસ તુરંત માફી માંગે

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp