રાજસ્થાનમાં CMની પસંદગીની પળેપળની માહિતી

PC: indianexpress.com

રાજસ્થાનમાં કોને મુખ્યમંત્રી બનાવવા તેને લઈને કોંગ્રેસમાં હજી સુધી ગડમથલ ચાલી રહી છે. અશોક ગેહલોત અને સચિન પાયલટ બંન્ને મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર છે. ગઈકાલે રાહુલ ગાંધીએ આ બંન્ને નેતાઓ સાથે લાંબી ચર્ચા કરી હતી. એ બાદ પણ ગઈકાલે મુખ્યમંત્રીનુ નામ જાહેર કરવામાં આવ્યુ નહોતુ. ત્યારબાદ અશોક ગેહલોત જયપુર આવવા નિકળ્યા ત્યારે તેમને દિલ્હી એરપોર્ટથી કોંગ્રેસ હાઈકમાન્ડે પરત બોલાવી લીધા હતા.

ત્યારે આજે ફરી અશોક ગેહલોત અને સચિન પાયલટ રાહુલ ગાંધીના નિવાસસ્થાને પહોંચ્યા છે. આજે મિટિંગ બાદ રાજસ્થાનના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

14 Dec, 2018
03:40 PM
સુત્રોના જણાવ્યા અનુસાર સચિન પાયલટ રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી બનશે
[removed][removed]
14 Dec, 2018
03:33 PM
અશોક ગેહલોત, સચિન પાયલટ, અવિનાશ પાંડે જયપુર આવવા રાહુલ ગાંધીના નિવાસસ્થાનેથી એરપોર્ટ જવા માટે થયા રવાના
14 Dec, 2018
03:15 PM
સુત્રોના જણાવ્યા અનુસાર અશોક ગેહલોત રાજસ્થાનના નવા મુખ્યમંત્રી બનશે
14 Dec, 2018
03:05 PM
રાહુલ ગાંધીએ અશોક ગેહલોત અને સચિન પાયલટ સાથેનો ફોટ ટ્વિટ કર્યો છે અને લખ્યુ 'The united colours of Rajasthan!' [removed][removed]
14 Dec, 2018
02:41 PM
સાંજે 4.30 કલાકે થશે CMના નામની જાહેરાત
14 Dec, 2018
02:40 PM
રાજસ્થાન CMના નામ પર થઇ ગયો છે ફેંસલો
14 Dec, 2018
02:39 PM
અશોક ગેહલોત અને સચિન પાયલટે મીડિયા સાથે વાતચીત ન કરી
14 Dec, 2018
02:38 PM
રાહુલ ગાંધીના ઘરે બેઠક પૂરી, અશોક ગેહલોત અને સચિન પાયલટ રાહુલના ઘરેથી નીકળ્યા
14 Dec, 2018
02:31 PM
સચિન પાયલટ કેમ્પની દલિલઃ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ CM બની શકે તો રાજસ્થાનમાં કેમ નહીં
14 Dec, 2018
02:30 PM
ભાજપે UPમા 7 દિવસ અને મહારાષ્ટ્રમાં 9 દિવસ બાદ CMના નામની જાહેરાત કરીઃ અશોક ગેહલોત
14 Dec, 2018
02:29 PM
સૂત્રો મુજબ સચિન પાયલટ અને અશોક ગેહલોતમાંથી કોણ CM બનશે તેમાં પ્રિયંકા ગાંધીની પણ મહત્ત્વની ભૂમિકા રહેશેે
14 Dec, 2018
02:19 PM
CMનું નામ પસંદ કરવાની પ્રકિયામાં સમય લાગે છેઃ અશોક ગેહલોત
14 Dec, 2018
02:10 PM
કોઈ પણ સમયે થઈ શકે છે મુખ્યમંત્રીના નામની જાહેરાત
રાહુલ ગાંધી અશોક ગેહલોત અને સચિન પાયલટ સાથે મીટિંગ કરી રહ્યા છે. કોઈ પણ સમયે મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી શકવાની સંભાવના છે.
14 Dec, 2018
01:50 PM
રાજસ્થાન: અશોક ગેહલોતના બંગલે એક કોંગ્રેસના નેતાની તબિયત લથડી
14 Dec, 2018
01:44 PM
સચિન પાયલટ પીછેહટ કરવા તૈયાર નથી
રાજસ્થાનમાં મુખ્યમંત્રી તરીકે અશોક ગેહલોત અને સચિન પાયલટ બન્નેમાંથી કોની પસંદગી કરવી એને લઈને કોંગ્રેસમાં હજી સુધી અસમંજસ છે. સચિન પાયલટ પણ મુખ્યમંત્રીના પદ પરથી પીછેહટ કરવા તૈયાર નથી. તેમણે પણ કોંગ્રેસ હાઈકમાન્ડ પર પસંદગની નિર્ણય છોડ્યો છે. બંન્ને નેતાઓમાંથી કોઈ પણ પીછેહટ ન કરતાં કોંગ્રેસ હાઈકમાન્ડ પણ મુખ્યમંત્રીની પસંદગી કરવામાં વિલંબ કરી રહ્યુ છે.
14 Dec, 2018
01:24 PM
સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવામાં આવે એ માટે રાજસ્થાનમાં ગુર્જર જાતિના લોકોએ ઉગ્ર માંગ કરી છે. ગઈ કાલે અશોક ગેહલોત મુખ્યમંત્રી બનશે એવી વાત સામે આવતા ઠેર-ઠેર સચિન પાયલટના સમર્થકો દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. રસ્તાઓ પણ જામ કરાયા હતા. ત્યારબાદ તરત અશોક ગેહલોત જે જયપુર આવવા નીકળ્યા હતા તેમને દિલ્હી એરપોર્ટ પરથી પરત બોલાવી લીધા હતા. તેથી ફરથી વિચારવિમર્શ કરવા માટે બંન્ને નેતાઓ રાહુલ ગાંધીના નિવાસસ્થાને પહોંચ્યા છે.
14 Dec, 2018
12:52 PM
સચિન પાયલટે ગઈકાલે રાહુલ ગાંધીના નિવાસસ્થાન પર મોડી રાત્રી સુધી બેઠક કરી હતી. ત્યારબાદ આજે સવારમાં ફરી સચિન પાયલટ અને અશોક ગેહલોત રાહુલ ગાંધીના નિવાસ સ્થાને પહોંચ્યા છે.
14 Dec, 2018
12:38 PM
અશોક ગેહલોતે કહ્યુ કે, ભાજપ અફવા ન ફેલાવે
કોંગ્રેસ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રીના દાવેદાર અશોત ગેહલોતે જણાવ્યુ છે કે મુખ્યમંત્રી કોને બનાવવા તે નિર્ણય લેવામાં કોઈ મોડુ થઈ રહ્યુ નથી. ફક્ત ભાજપવાળા જાણી જોઈને આ અફવા ફેલાવી રહ્યા છે. તેમણે કહ્યુ કે ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ મુખ્યંત્રીના નામની જાહેરાત કરવામાં ઘણા દિવસે લગાવ્યા હતા ત્યારે અમે તેમનો કોઈ પ્રકારનો વિરોધ કર્યો નહોતો. [removed][removed]
14 Dec, 2018
12:38 PM
કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે મુલાકાત પછી રાહુલ ગાંધીએ કર્યું ટ્વીટ, 'ધૈર્ય અને સમય 2 સૌથી શક્તિશાળી યોદ્ધા છે.'
14 Dec, 2018
12:37 PM
રાજસ્થાન: કરૌલીથી ધારાસભ્ય લખન સિંહને BSP ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવ્યા.
14 Dec, 2018
12:37 PM
કોંગ્રેસ નેતા કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયા પહોંચ્યા ભોપાલ. થોડીવારમાં CMની જાહેરાત થઈ શકે છે.
14 Dec, 2018
12:37 PM
MPમાં કમલનાથનુ નામ ફાયનલ કરવામાં આવ્યુ છે, રાજસ્થાન અને છત્તીસગઢમાં હજુ પણ અસમંજસભરી સ્થિતિ છે.
14 Dec, 2018
12:37 PM
રાજસ્થાનમાં અત્યારસુધી સસ્પેન્સ બરકરાર છે. રાહુલ ગાંધી અશોક ગેહલોત અને સચિન પાયલોટ સાથે શુક્રવારે સવારે ફરી મુલાકાત કરી છે. હજુ પણ નિર્ણયની રાહ જોવામાં આવી રહી છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp