શોએબ મલિકના માથે બોલ લાગતા મેદાન પર જ ઢળી પડ્યો, જુઓ વીડિયો

PC: twitter.com/ESPNcricinfo

પાકિસ્તાની ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર શોએબ મલિકના માથા પર બોલ લાગ્યો હતો. મલિક સાથે આ ઘટના ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ચોથી વન-ડે મેચ દરમિયાન થઈ હતી. આ બોલ પર શોએબ મલિક ડિફેન્સ કરીને રન લેવા માટે દોડી રહ્યો હતો, પરંતુ તેણે રન લેવાનું માંડી વાળ્યું હતું અને ફરી પાછો ફરી રહ્યો હતો, ત્યારે ફીલ્ડરના થ્રો દરમિયાન બોલ તેના માથા પર લાગ્યો હતો, પરંતુ તેણે બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું, પરંતુ તેને બોલ લાગતા તે બેભાન અવસ્થામાં આવી ગયો હતો. જો કે તે બાદમાં ફીલ્ડિંગ કરવા નહોતો ઉતર્યો.

મલિકા હેલમેટ કે કેપ પહેર્યા વગર જ ક્રીઝ પર ઉતર્યો હતો, કારણ કે તે દરમિયાન ન્યૂઝીલેન્ડનો સ્પીનર બોલિંગ કરી રહ્યો હતો. આ ઘટના પાકિસ્તાની ઈનિંગની 32મી ઓવરમાં બની હતી, જ્યારે એક રન લેવા માટે દોડ્યા બાદ મોહમ્મદ હાફીઝે મલિકને પાછો મોકલ્યો હતો, આ દરમિયાન તેને રનઆઉટ કરવા ફીલ્ડરે થ્રો માર્યો હતો અને મલિક વચ્ચે આવી જતા તેના માથા પર બોલ વાગી ગયો હતો અને તે મેદાન પર પહેલા તો સૂઈ જ ગયો હતો. થોડા સમય બાદ જ તેણે ફરીથી બેટિંગ કરવાનું ચાલુ કરી દીધું હતું, પરંતુ 3 બોલ બાદ જ તે આઉટ થઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp