મમતા બેનર્જીએ કવિતા લખીને PM મોદી-BJP પર સાધ્યો નિશાનો

PC: tosshub.com

લોકસભા ચૂંટણી 2019ના પરિણામ આવ્યા બાદ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની આગેવાની વાળી તૃણમુલ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. BJPએ રાજ્યમાં શાનદાર પ્રદર્શન કરતા 18 સીટો મેળવી હતી. ત્યાં TMC પોતાના છેલ્લા પ્રદર્શનને ફરી નહોતી રિપિટ કરી શકી અને ફક્ત 22 સીટ જ જીતી શકી હતી.

ચૂંટણીના પરિણામો બાદ હવે મમતા બેનર્જીએ કવિતા લખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને BJP પર નિશાનો સાધ્યો હતો. CM મમતા બેનર્જીએ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર આ કવિતાને શેર કરી હતી. તેમણે બાંગ્લા, હિન્દી અને અંગ્રેજી ભાષામાં કવિતાને શેર કરી હતી.

'મૈં નહીં માનતી' શિર્ષક હેઠળ લખેલી કવિતામાં મમતા બેનર્જીએ સાંપ્રદાયિકતા ફેલાવવા અને ધર્મને ઉગ્ર સ્વરૂપ આપીને વેચવાની રાજનીતિ કરવાનો નિશાનો સાધ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp