માતાને બસ સ્ટેન્ડ પર છોડી ભાગ્યો દીકરો, રસ્તા પર રહેવા મજબૂર થયા હતા પછી...

PC: timesofindia.indiatimes.com

માતા જે એક બાળકનું શક્તિ કેન્દ્ર હોય છે, જે પોતાના બાળકને દરેક સમયે સહારો આપવા માટે દિવસ રાત ઊભી રહે છે, તેને અમુક સંતાનો રસ્તા પર બેસહારા છોડીને જતા રહે છે. તેલંગણાના ભુવનગિરી જિલ્લાથી એક આ પ્રકારની જ કરુણ ઘટના સામે આવી છે. જ્યાં એક 75 વર્ષીય મહિલા ચાટ મસાલા ગાડીની નીચે રહેતા મળી આવ્યા હતા. નાલગોંડા જિલ્લાના અધિકારીઓ, લીગલ સર્વિસ અને લોકલ એક્ટિવિસ્ટની મદદથી તેમને બચાવવામાં આવ્યા. ત્યાર પછી નજીકની હોસ્પિટલમાં તેમની અસ્થાયી વ્યવસ્થા કરવામાં આવી. તેની સાથે જ તેમની જરૂરી સારવાર પણ કરવામાં આવી.

મહિલાનું નામ બારલા ક્રિસ્ટમ્મા કહેવામાં આવી રહ્યું છે. પૂછપરછમાં જાણ થઇ કે આ વૃદ્ધ મહિલાને તેના પરિવારે ભુવનાગિરી બસ સ્ટેશન પર છોડી દીધી હતી. વૃદ્ધા તેના નાના દીકરા સાથે રહેતી હતી. આ ઉંમરમાં પણ વૃદ્ધા બીજાના ઘરોમાં કામ કરવા માટે મજબૂર હતી. જેમ તેમ કમાણી થઇ રહી હતી. પણ લોકડાઉન દરમિયાન તે પણ બંધ થઇ ગઇ.

રિપોર્ટ અનુસાર, અધિકારીઓએ તેમના પરિવારના સભ્યો સાથે સંપર્ક કર્યો અને તેમને બોલાવ્યા. બાદમાં જ્યારે વૃદ્ધાના નાના દીકરા અને પૌત્રએ વચન આપ્યું કે તેઓ મહિલાનું યોગ્ય રીતે ધ્યાન રાખશે, ત્યારે જ તેમની સાથે જવા દેવામાં આવ્યા.

આ કોઇ પહેલી ઘટના નથી. આ રીતના ઘણાં મામલાઓ સામે આવતા રહેતા હોય છે. જ્યાં લાલચી સંતાનો પોતાના માતા પિતાને રસ્તા પર છોડીને જતા રહે છે. આંધ્ર પ્રદેશના ગુંટૂર જિલ્લામાં પણ કંઇક આવું જ જોવા મળ્યું. જ્યાં એક 80 વર્ષીય કોરોના પોઝિટિવ મહિલાને તેમનો દીકરો બસ સ્ટેન્ડ પર છોડીને ચાલ્યો જાય છે.

તેમના દીકરાએ પાણી લઇ જવાના બહાને તેમને બેન્ચ પર બેસાડી રાહ જોવાનું કહ્યું અને પછી ત્યાંથી ભાગી ગયો. ત્યાર પછી મુસાફરોએ તેમને જોઇને પોલીસને જાણ કરી. ત્યાર પછી સ્થાનીક વર્કરોએ તેમને આઇસોલેશન ફેસિલિટીમાં શિફ્ટ કર્યા. પોલીસે દીકરાને બોલાવીને પૂછ્યું તો જાણ થઇ તે તેને ડર હતો કે માતા સંક્રમિત થવાને કારણે પરિવારના અન્ય લોકો પણ આ વાયરસના સકંજામાં ન આવી જાય, માટે તે માતાને બસ સ્ટેન્ડ પર છોડીને ચાલ્યો ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp