સુરતઃ છઠ્ઠી પત્નીએ આવું કરવાની ના પાડી તો વૃદ્ધે જરૂરિયાત ગણાવી સાતમા લગ્ન કર્યા

PC: transferwise.com

ક્યારેક માણસને એવા નવાબી અને રાજાશાહી વિચાર આવી જાય છે કે એનું પરિણામ શું આવશે એના વિશે તેને વિચાર પણ નથી આવતા. એક જીવનસાથી સાથે મનમેળ ન આવતા કોઈ બીજી વ્યક્તિ સાથે તે સંસાર શરૂ કરે છે. પણ એક કે બે નહીં પણ પાંચથી છ વ્યક્તિ સાથે મેળ ન આવતા સાતમા જીવનસાથી સાથે લગ્ન કરવા દોડેલા 63 વર્ષના વૃદ્ધનો એક કિસ્સો ચર્ચામાં છે. આ ઘટના સુરતમાં બની છે.

સુરત શહેરમાં 63 વર્ષના વૃદ્ધને હાર્ટની બીમારી, ડાયાબિટિઝ અને બીજી અન્ય બીમારીઓ છે. આ વૃદ્ધને રાત્રે ઊંઘ નથી આાવતી. પણ એ બીમારીના કારણે નહીં પણ છઠ્ઠી પત્નીએ શારીરિક સંબંધ બાંધવાની ના પાડી દેતા મામલો જગજાહેર થયો હતો. આ પત્ની વૃદ્ધ કરતા 21 વર્ષ નાની છે. વૃદ્ધે એવો દાવો કર્યો કે, પત્નીએ શારીરિક સંબંધ બાંધવાની ના પડતા હાર્ટમાં દુખાવો ઘર કરી ગયો. ગત વર્ષે જ્યાં લોકો કોરોના વાયરસનો રામબાણ ઈલાજ શોધી રહ્યા હતા ત્યારે અયુબ ડિગિયા નામના એક વ્યક્તિ પોતાની સાતમી પત્ની શોધી રહ્યા હતા. આ સમગ્ર કેસ ઉઘાડો પડતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. પત્નીએ પોતાના પતિ સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.

સુરત જિલ્લાના કપલેઠા ગામના એક શ્રીમંત ખેડૂત અયુબ ડિગિયાએ સપ્ટેમ્બર 2020માં છઠ્ઠી વખત લગ્ન કર્યા હતા. લગ્નના બે મહિના બાદ બંને એકબીજાથી અલગ રહેવા લાગ્યા. એની છઠ્ઠી પત્નીએ પતિ સાથે સેક્સ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. અયુબે કહ્યું કે, લગ્ન બાદ તેણે મને પોતાની બાજુમાં સુવા ન દીધો. તે કોરોના વાયરસની વાત કરીને અલગ સૂતી હતી. મને હાર્ટ, ડાયાબિટિઝ અને અન્ય બીમારીઓ છે. મને એક પત્નીની જરૂર છે જે મારી સાથે સંબંધ રાખી શકે. અયુબની પહેલી પત્ની પણ જીવીત છે અને 20થી 35 વર્ષની ઉંમરના પોતાના પાંચ બાળકો સાથે એ જ ગામમાં અલગ રહે છે. અયુબે છઠ્ઠા લગ્ન 42 વર્ષની મહિલા સાથે કર્યા છે.

મહિલાએ એવો દાવો કર્યો કે, લગ્ન બાદ ખ્યાલ આવ્યો કે, અયુબે આ પહેલા પાંચ લગ્ન કર્યા છે. ગત અઠવાડિયે પત્નીએ મહિલા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી. પોલીસે પતિ સામે ફરિયાદ નોંધીને કાયદેસરના પગલાં લેવા તજવીજ શરૂ કરી છે. પત્નીએ દાવો કર્યો કે, મને અંધારામાં રાખીને મારા સાથે લગ્ન કર્યા છે. એની અગાઉ પાંચ પત્ની છે એવું તેણે લગ્ન પહેલા સ્પષ્ટ કર્યું ન હતું. મને છોડ્યા બાદ તે સાતમી જોડે રહે છે.

મને આસપાસના કેટલાક સ્થાનિકોએ એવું પણ કહ્યું કે, તે મહિલાઓ સાથે થોડા મહિનાઓ સુધી સંબંધ રાખે છે અને પછી એ મહિલાને છોડી દે છે. મહિલાના વકીલ ચંદ્રેશ જોબનપુત્રાએ જણાવ્યું હતું કે, ગત ડિસેમ્બરમાં અયુબે મહિલાને એની બહેનના ઘરે છોડીને કહ્યું હતું કે, તે શહેરની બાહર જઈ રહ્યો છે. પરત આવ્યા બાદ તેને ત્યાંથી લઈ જશે. પણ આ નરવીર તો પરત જ ન આવ્યો. પછી ખબર પડી કે, તે કોઈ બીજી સાતમી મહિલા સાથે જીવન જીવી રહ્યો છે. આ સમગ્ર કેસ સામે આવતા પોલીસે કાયદેસરના પગલાં લેવાના શરૂ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp