સૌરાષ્ટ્રના ગીર પંથકમાં ધરા ધ્રૂજતા લોકો ઘરની બહાર નીકળ્યા, 3 મિનિટ સુધી કંપન

PC: sandesh.com

ગુજરાતના ઘણા વિભાગમાં અવારનવાર ભૂકંપને કારણે આંચકા અનુભવાય રહ્યા છે. એવામાં હવે સૌરાષ્ટ્રના ગીર પંથકમાં ધરા ધ્રૂજતા લોકો પોતાના ઘરની બહાર નીકળી પડ્યા હતા. સતત ત્રણ મિનિટ સુધી આ કંપન્નની અનુભૂતિ થઈ હતી. આ મામલે ગાંધીનગર સ્થિત ઈન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજી રીસર્ચના જણાવ્યા અનુસાર, ઉના પંથકમાં બપોરના 2.32 વાગ્યે 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. જેના કારણે લોકો ડરના માર્યા પોતાના ઘરમાંથી બહાર નીકળી આવ્યા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉનાથી 30 કિમી દૂર નોર્થ વેસ્ટમાં નોંધાયું છે.

સૌરાષ્ટ્રના અન્ય જિલ્લા પૈકી ખાંભા, અમરેલી તથા અન્ય ગ્રામ્ય વિસ્તારમાં આ આંચકાની અનુભૂતિ થઈ છે. જ્યારે ધૂધવાણા, બોરાળા, હનુમાનપર, પચપચિયા, ખાડાધાર સહિતના અનેક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગીર બોર્ડરની જસાધાર રેન્જમાં અચાનક બપોરે ધરતીકંપ આવતા લોકો ડરી ગયા હતા. બે ભૂકંપના આંચકા એક પછી અનુભવાયા છે. તુલસી શ્યામ વિસ્તાર સુધી આ આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાના કારણે આસપાસના ગીર બોર્ડરના 15થી 17 ગામમાં ભૂકંપનો અનુભવ થયો છે. જોકે, કંપન્ન વિસ્તાર સિમિત હોવાને કારણે કોઈ મોટા વિસ્તારને માઠી અસર થઈ નથી. આ અંગે કોઈ પ્રકારની જાનહાનિના સમાચાર નથી. જોકે, આ પહેલા જામનગર પંથકમાં પણ આ રીતે ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાતા લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા.

છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક જમીન ભીની અને પોચી બની ગઈ છે. રાજકોટ અને જામનગરમાં મેઘરાજાનું રૌદ્રરૂપ જોવા મળ્યું છે. એવામાં ગીર પંથકમાં ભૂકંપના વાવડથી લોકોમાં એક પ્રકારનો ડર જોવા મળ્યો હતો. જોકે, કોઈ મોટી નુકસાની કે જાનહાનિ થઈ હોઈ એના કોઈ વાવડ નથી. સૌરાષ્ટ્રમાં ગત અઠવાડિયે પડેલા વરસાદને કારણે રાજકોટ અને જામનગરના અનેક ગ્રામ્ય વિસ્તારમાં જળ ત્યાં સ્થળ જેવી સ્થિતિ જોવા મળી હતી. 24 કલાક સુધી પાણી ન ઓસરતા અનેક પરિવારની ઘરવખરીને મોટું નુકસાન થયું છે. બીજી તરફ નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશને પગલે યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. દરેક જિલ્લાને આ માટે ચોક્કસ કામગીરી કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp