આ પણ છે કોરોના યોદ્ધાઃ જ્યારે સગા પાસે નથી આવતા, આ લોકો અંતિમક્રિયા કરાવે છે

PC: assettype.com

મોહમ્મદ શમીમ દિલ્હીના ITOમાં જદીદ કબ્રસ્તાન અહલે ઈસ્લામમાં સુપરવાઈઝર છે. પાછલા 3 મહિનાથી કોરોના મહામારીને કારણે કબ્રસ્તાનમાં આવી રહેલા શવોને દફન કરવાનું કામ તેમની દેખરેખમાં થઈ રહ્યું છે. 38 વર્ષના શમીમને કબ્રસ્તાનમાં કામ કરતા 25 વર્ષ થયા છે. તેઓ પોતાના પરિવારની ત્રીજી પેઢી છે, જે આ કામને સંભાળી રહી છે. પોતાની 4 દીકરીઓ અને પત્નીની સાથે કબ્રસ્તાનમાં જ અંદર રહે છે. કોરોનાને કારણે રોજ 14-15 કલાક સતત ડ્યૂટી કરી રહ્યા છે.

69 વર્ષના મશકૂર રાશિદ જદીદ કબ્રસ્તાનના ઈન્ચાર્જ છે. 1927માં તેમના પિતા ઈન્ચાર્જ બન્યા. તેમના પછી 45 વર્ષથી મશકૂર અહીં કામ કરી રહ્યા છે. મશકૂર પણ પોતાના 4 બાળકોની સાથે કબ્રસ્તાનની અંદર જ બનેલા ઘરમાં રહે છે.

મશકૂર અનુસાર, કોરોનાને કારણે રોજ શવોના આવવાનો સિલસિલો ચાલુ રહે છે. સંક્રમણના ખતરાની વચ્ચે શવોની દેખરેખ રાખી મશકૂરની જવાબદારી છે. હોસ્પિટલથી સતત ફોન પર વાતચીત, રશીદ બનાવવાનો સિલસિલો કલાકો સુધી ચાલતો રહ છે. તેઓ કહે છે કે, દિલ્હીમાં અન્ય ઘણાં કબ્રસ્તાનો છે પણ કોવિડના મોટા ભાગના શવો જદીદ કબ્રસ્તાનમાં લાવવામાં આવી રહ્યા છે.

8 કલાકના સ્થાને 12-13 કલાક રોજ કામ કરી રહ્યા છે

દિલ્હીના નિગમ બોધ ઘાટ પર કોરોના મૃતકોની અંતિમ ક્રિયા 55 વર્ષના હરેન્દ્ર કરી રહ્યા છે. અહીં CNGના માધ્યમે શવોની અંતિમ ક્રિયા થઈ રહી છે. હરેન્દ્ર અને તેમના સાથે કામ કરી રહેલા અન્ય વધુ સ્ટાફ 8 કલાકના સ્થાને 12-13 કલાક રોજ કામ કરી રહ્યા છે.

અમને PPE કિટ પણ આપવામાં આવી નથી.

આ બધા પણ કોરોના વોરિયર્સ છે. પણ મોહમ્મદ શમીમ કહે છે કે, જેટલું જોખમ લઈ તેઓ કામ કરી રહ્યા છે, તે હિસાબે તેમના માટે સુવિધાઓ પૂરતી નથી. નથી PPE કિટ, નથી વીમો અને નથી કોઈ પાસ. દિલ્હી સરકારે કબ્રસ્તાનને કોવિડ શવોને દફન કરવા માટે પસંદ કર્યું, પણ અમારી સુરક્ષા માટે કોઈ સુવિધા આપી નથી. અમને PPE કિટ પણ આપવામાં આવી નથી. અમે રોજ કોરોનાની સામે લડાઈ લડી રહ્યા છે.

રોજ 4-5 શવોને દફન કરીએ છીએ. અમને કોઈ હેલ્થ ઈંશ્યોરન્સ પણ આપવામાં આવ્યા નથી. અમને અવરજવર માટેના પાસ પણ આપ્યા નથી. લોકડાઉનમાં અમે પાસ વિના દિવસો કઈ રીતે કાપ્યા છે તે અમે જ જાણીએ છીએ. એમસીડી અને હોસ્પિટલોમાંથી અમુક PPE કિટ મળ્યા પણ દિલ્હી સરકાર પાસેથી કોઈ મદદ મળી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp