આગામી 3 દિવસ સુધી રાજ્યમાં વાવાઝોડાની આગાહી, જાણો ક્યા-ક્યા વરસાદ પડશે

PC: premiumtimesng.com

આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં વાવાઝોડાની અસર વર્તાશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વાવાઝોડાની અસર હેઠળ ગુજરાતમાં કેટલીક જગ્યા પર 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.

એક રીપોર્ટ અનુસાર ગુજરાતમાં ચોમાસાના આગમનને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે પ્રી-મોન્સુન એક્ટીવીટીના ભાગ રૂપે આગામી ત્રણ દિવસો દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાની સાથે વરસાદ પણ પડી શકે છે. જેના કારણે અગામી ત્રણ દિવસોમાં ગરમીમાં ઘટાડો અને વાતાવરણમાં ઠંડકનો અનુભવ થશે પરંતુ જે ખેડૂતોનો પાક ખેતરમાં ઉભો છે, તેવા ખેડૂતો માટે આ મુશ્કેલીના સમાચાર કહી શકાય કારણ કે, ઉભા પાકમાં વરસાદ પડે તો પાક નિષ્ફળ થવાની સંભાવનાઓ વધારે હોય છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી અમરેલી અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભારે પવનની સાથે વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ગઈ કાલે સાંજે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો અને કેટલીક જગ્યા પર ભારે પવનની સાથે વારસાદ પણ પડ્યો હતો, તો બીજી તરફ અમરેલીના જાફરાબાદ તાલુકાના લોર, ખિસરી, માણસા, ફાચરીયા સહિતના ગામડાંઓમાં ભારે પવનની સાથે વરસાદના ઝાપટા પડ્યા હતા અને કેટલીક જગ્યા પર ચોમાસામાં જેમ રસ્તા પરથી પાણીની નદી વહે તેમ રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp