7 દિવસથી ગાયબ મહિલા મળી એવી જગ્યાએથી કે તમે જાણીને ચોંકી જશો

PC: sinclairstoryline.com

54 વર્ષની એક મહિલા 7 દિવસ પહેલાં ગાયબ થઈ ગયી હતી. શોધખોળ કરતાં આ મહિલાનું મૃતદેહ એક વિશાળ અજગરના પેટમાંથી મળ્યો છે.

શુક્રવારે ગામવાસીઓને 7 મીટર લાંબા અજગરનું પેટ કાપ્યું તો 54 વર્ષની વા તિબાનો મૃતદેહ મળ્યો હતો. સ્થાનિક પોલીસ અધિકારીએ જણાયું કે મુના દ્વીપના પેરસિયાપન લાવેલા નામના ગામમાં ફૂલેલા પેટવાળા અજગરને જોઈને લોકોને શંકા થઈ હતી કે આ જ અજગરે મહિલાને ગળી લીધી છે. તેથી ગામવાસીઓએ અજગરનું પેટ કાપી નાંખ્યું અને મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો.

મહિલા બગીચામાં કામ કરવા જતી હતી અને લોકોનું માનવું છે કે અજગરે મહિલા પર એ બગીચામાં જ હુમલો કર્યો હશે. ઇન્ડોનેશિયામાં મોટા કદના અજગરનું મળી આવવું ખૂબ સમાન્ય છે. જોકે તેઓ મોટેભાગે નાના પ્રાણીઓને પોતાનો શિકાર બનાવે છે. તેમના દ્વારા મનુષ્યને ખાવાની ઘટના ખૂબ ઓછી સાંભળવા મળે છે. ગયા વર્ષે માર્ચ 2017મા પણ એક અજગર 25 વર્ષના એક વ્યક્તિને ગળી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp