લોકસભા ચૂંટણી 2019ના પરિણામોના આંકડામાં ગડબડીનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

PC: dnaindia.com

લોકસભા ચૂંટણી 2019માં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ના ઉપયોગનો મામલો ફરી સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ સુપ્રીમ કોર્ટમાં એક અરજી જાખલ કરવાની માગ કરી છે કે, ચૂંટણી આયોગને નિર્દેશ આપવામાં આવે કે તેઓ કોઈપણ ચૂંટણીના અંતિમ નિર્ણયની જાહેરાત કરતા પહેલા વોટ ડેટાનો વાસ્તવિક અને સચોટ સામંજસ્ય સ્થાપિત કરે. અરજીકરનારે 2019ની લોકસભા ચૂંટણી પરિણામો સાથે સંબંધિત આંકડાઓમાં સામે આવેલી આવી તમામ પ્રકારની ગડબડની તપાસ કરવાની માગ કરી છે.

ચૂંટણી આયોગની ચૂંટણી પ્રક્રિયા પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ઘણા અવસરે ચૂંટણી આયોગે 2019ની લોકસભા ચૂંટણી પરિણામોની જાહેરાત બાદ પોતાની વેબસાએઈટની સાથો-સાથે પોતાની એપ માઈ વોટર્સ ટર્નઆઉટ એપમાં મતદાનનો ડેટા બદલી નાંખ્યો હતો.

અરજીમાં ચૂંટણી આયોગ પર સવાલ ઉઠાવતા કહેવામાં આવ્યું છે કે, ડેટામાં ઘણા બદલાવો ગડબડોને છૂપાવવાનો પ્રયાસ હોઈ શકે છે. વિશેષજ્ઞોની એક ટીમે અરજી કરનારની સાથોસાથ વિવિધ નિર્વાચન ક્ષેત્રોમાં નાંખવામાં આવેલા મતોની સંખ્યા અને ગણવામાં આવેલા મતોની સંખ્યા વચ્ચે ગડબડો પર સંશોધન કર્યું. આ સંશોધન બે દિવસ 28 મે અને 30 જુન, 2019ના રોજ ચૂંટણી આયોગની વેબસાઈટ પર ઉપલબ્ધ આંકડાઓની સાથો-સાથ માય વોટર્સ ટર્નઆઉટ એપ પર આધારિત હતા.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ બંને આંકડાઓ પર અરજી કરનારે નિષ્કર્ષ કાઢ્યો છે કે, 542 ચૂંટણી ક્ષેત્રોમાં, 247 સીટો પર મતદાન અને મતગણનામાં વિસંગતતા હતી. વિસંગતતાઓ એક વોટથી 101323 વોટો સુધી થઈ છે. 6 સીટો એવી છે, જ્યાં વોટોમાં વિસંગતતા જીતના અંતર કરતા વધુ છે. વિસંગતતાઓના કુલ વોટ 739104 છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp