લોકસભાની ચુંટણી પહેલા મહિલાઓને આ ગિફ્ટ આપી શકે છે મોદી સરકાર

PC: livehindustan.com

સરકાર ચુંટણી પહેલા મહિલાઓને રાહત આપવાના સંબંધમાં કેટલાક ખાસ નિર્ણયો કરી શકે છે. એમાં મહિલાઓને માતૃત્વ લાભમાં મળવાની સંપૂર્ણ રાશિને કરમુક્ત કરવાનો પ્રસ્તાવ મુકાયો છે. તેના સિવાય મહિલાઓ માટે ખેડૂત ક્રેડિટ કાર્ડ પર ખાસ ઓફર આપવાની અને સરકાર દ્રારા આપવામાં આવનાર ખરીદમાં કામ કરનાર મહિલાઓને પ્રોત્સાહિત કરવાના પ્રસ્તાવ પર પણ સરકાર ગંભીરતાથી વિચાર કરી રહી છે.

સરકારથી જોડાયેલ સૂત્રોએ કહ્યુ કે મહિલાઓ માટે ખાસ છૂટ અલગ અલગ મુદ્દા પર વિચાર કરી શકાય તેમ છે. મહિલા વિકાસ મંત્રાલયથી જોડાયેલ સૂત્રોએ કહ્યુ કે સરકાર દરેક સ્તર પર મહિલા સશક્તિકરણના ઉપાયો પર વિચાર કરી રહી છે. માતૃત્વ પર આપવામાં આવતી અમાઉન્ટ પર જે પૈસા આપવામાં આવે છે એ ટેક્સ ફ્રિ કરવા સિવાય પ્રસવ અને પ્રસવ પછી પણ લાભ માટે પ્રાઇવેટ કે ગવર્મેન્ટ ક્ષેત્રમાં થયેલ ઉપાયો પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

જોબ કરતી મહિલાઓને પ્રોત્સાહન

સૂત્રોએ કહ્યુ કે સરકાર દ્રારા આપવામાં આવેલી ખરીદમાં જોબ કરતી મહિલાઓને પ્રોત્સાહન આપવાની યોજના પર પણ સરકાર ધ્યાન આપી રહી છે. આ જોગવાઇ કરવામાં આવી શકે છે કે સરકારી ખરીદીમાં કેટલાક ટકા કામ કરનાર મહિલાઓના માધ્યમથી જ કરવામાં આવે. તેનાથી તે ઉધ્યોગમાં લગાવા માટે પ્રોત્સાહિત થશે. સૂત્રોએ કહ્યુ કે સરકાર ઇચ્છે છે કે જેંડર બજેટિંગને પણ બધા રાજ્યોમાં અનિવાર્ય બનાવામાં આવે, જેનાથી મહિલા કેન્દ્રિત યોજનાઓ પર ફોક્સ કરી શકાય છે.

કાર્યબળમાં 2030 સુધી અડધી ભાગીદારીનુ લક્ષ્ય

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે સરકાર 2030 સુધી દેશના કાર્યબળમાં મહિલાઓની સંખ્યા 50 ટકા સુધી કરવાના લક્ષ્ય સાથે મહિલાઓને ખાસ રાહત આપવા પર જોર આપી રહી છે. દરેક સેક્ટરમાં મહિલાઓને રાહત આપવામાં આવી રહી છે. સરકારે ગયા વર્ષે જ માતૃત્વ અવકાશનો સમય વધારીને 26 અઠવાડિયા કરવાનો પ્રસ્થાવ મંજુર કરતા આ સંબંધમાં વિધેયક પારિત કરાવ્યો હતો. સરકારનુ કહેવુ છે કે મહિલાઓ માટે ટેક્ષમાં છૂટનો દાયરાને વધારવાના પણ ઘણા પ્રસ્તાવ સરકારની સામે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp