2020 સુધીમાં વધુ પ્રમાણમાં પેટન્ટ અરજીઓને પ્રોત્સાહન અપાશે

PC: krishijagran.com

કોન્ફેડરેશન ઑફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (સીઆઇઆઇ), ભારતીય પેટન્ટ ઓફિસ અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના સંયુક્ત ઉપક્રમે બૌદ્ધિક સંપદા અધિકાર વિશે જનજાગૃતિ પરિસંવાદ સીઆઈઆઈ હાઉસ, અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં એમ.એસ.એમ.ઈ. ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયટ ના નાયબ નિયામક એસ.કે શાહે જણાવ્યું હતું કે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે ભારત સરકાર તરફથી અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. આમાં અને ઇનોવેશનને પ્રોત્સાહન તેમજ પેટન્ટ અંગેની તાલીમ નો સમાવેશ થાય છે. તે ઉપરાંત અન્ય યોજનાઓમાં લીન સ્કીમ અને ઝીરો ડિફેક્ટ, ઝીરો ઇફેક્ટ જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. તેને લગતું સર્ટિફિકેટ મેળવવા માટે પણ સરકાર ગ્રાન્ટ આપે છે.

ગુજરાત સરકાર એમએસએમઇ માટે ખાસ આશરે 100 કલસ્ટર બનાવવા વિચારણા કરી રહી છે. એમએસએમઇની ઉત્પાદકતા અને ક્ષમતામાં વધારો થાય તેના માટે આવો અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે. તેમાં વિવિધ ક્ષેત્રના ઔદ્યોગિક એકમોનું જૂથ બનાવીને એકસરખી પ્રોડક્ટ કે સર્વિસ પૂરી પાડવાની વ્યુહરચના અપનાવવામાં આવે છે.

આ પ્રસંગે પેટન્ટ ડિઝાઇન અને ટ્રેડમાર્ક વિભાગના જોઈન્ટ કંટ્રોલર જનરલ બીપી સિંહે એવી માહિતી આપી હતી કે ભારતીય પેટન્ટ કચેરી વિશ્વમાં એકમાત્ર એવી ઓફિસ છે કે જે ૨૪ કલાક ઓનલાઈન કાર્યરત હોય છે. સરકાર વર્ષ 2020 સુધીમાં પેટન્ટ અરજીઓ વધુને વધુ પ્રમાણમાં દાખલ થાય તેને પ્રોત્સાહન આપશે. આગામી ૨૬ મી એપ્રિલે વિશ્વ આઈપી દિવસ નિમિત્તે રાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા એવોર્ડ 2018 દિલ્હીમાં એનાયત કરવામાં આવશે. પણ સીઆઇઆઇના સહયોગથી યોજનાના આવનાર છે જેમાં વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવશે.

સમારોહમાં સીઆઈઆઈ ગુજરાત ફાર્માસ્યુટિકલ ટાસ્ક ફોર્સના અધ્યક્ષ ડૉ વિશાલ રાજગરીયા, જીટકોના મેનેજિંગ ડિરેક્ટર અને એન્ટરપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા (ઈડીઆઈ)ના ફેકલ્ટી મેમ્બર પદ્મીન બુચ, એક્યુપ્રેક રિસર્ચ લેબ્સના સીઈઓ ડૉ. મનિષ રાચ્છ, એમનીલ ફાર્માસ્યુટીકલ્સના આસિસ્ટન્ટ જનરલ મેનેજર ડૉ. પારસ વાસનાની, સીઆઈઆઈ આઈપીઆર સેન્ટરના વડા અનિલ પાંડે સહિતના નિષ્ણાતોએ પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા.

આ કાર્યક્રમમાં જીટીયુના બોર્ડ ઑફ ગવર્નન્સના સભ્ય ડૉ. રૂપેશ વસાણીએ જણાવ્યું હતું કે વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ) નવીન શેઠના માર્ગદર્શન હેઠળ જીટીયુ તરફથી ઈનોવેશન સંકુલ, શોધયાત્રા, પેટન્ટ ક્લિનિક અને સ્ટાર્ટ અપને તાલીમ સહિતની પ્રવૃત્તિઓ આઈપીઆર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. જીટીયુના આઈપીઆર વિભાગના ઈન્ચાર્જ અમિત પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. સીઆઈઆઈ અને ભારતીય પેટન્ટ કચેરી તરફથી સંયુક્તપણે આઈપીઆર વિશે દસ જનજાગૃતિ સેમિનાર આગામી માર્ચ મહિના સુધીમાં યોજવામાં આવશે. જેનો મૂળ હેતુ પેટન્ટ, ટ્રેડમાર્ક અને ડિઝાઈન વિશે ઉદ્યોગો અને ખાસ કરીને એમએસએમઈમાં જાગૃતિ લાવવાનો છે. તેમાં ભારતીય પેટન્ટ કચેરીના નિષ્ણાતો માર્ગદર્શન આપશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp