ધોનીએ T20માં આ રેકોર્ડ કર્યો પોતાના નામે

PC: wallpapersbyte.com

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના ક્રિકેટ કરિયર દરમિયાન ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી પ્રથમ T20 મેચમાં ભલે ધોની બેટ વડે કંઈ કમાલ ન કરી શક્યો હોય પરંતુ તેણે વિકેટ પાછળ ફરી એકવાર કમાલ કરી છે.

દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 મેચની 17.1 ઓવરમાં ભુવનેશ્વરની બોલિંગ પર દક્ષિણ આફિકાના બેટ્સમેન હેન્દ્રીક્સનો કેચ ધોનીએ પકડ્યો હતો અને આ સાથે જ ધોની દુનિયામાં સૌથી વધુ T20 કેચ પકડનારો વિકેટકીપર બની ગયો છે.

અત્યાર સુધીમાં ધોનીના નામે T20 ક્રિકેટમાં 134 કેચ થઈ ગયા છે.આ મેચ પહેલા ધોની અને શ્રીલંકાના પૂર્વ ખેલાડી કુમાર સંગાકારાના નામે 133 કેચ હતા પરંતુ હવે ધોનીએ સંગાકારાને પાછળ છોડી પ્રથમ સ્થાન હાંસલ કરી લીધું છે. તમને જણાવી દઈએ કે ભારતનો ખેલાડી દિનેશ કાર્તિક 123 કેચ સાથે આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે.

T20માં સૌથી વધુ કેચ પકડનાર વિકેટકીપર:

ખેલાડી કેચ ઈનિંગ
એમ. એસ. ધોની 134 262
કુમાર સંગાકારા 133 194
દિનેશ કાર્તિક 123 196
કામરાન અકમલ 115 203
દિનેશ રામદીન 108 166

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp