કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા ધારાસભ્યએ 11 કરોડની કાર ખરીદી

PC: twitter.com

છેલ્લા થોડા સમયથી પાર્ટી બદલવાની મૌસમ પૂરબહારમાં ચાલી રહી છે. કોંગ્રેસના અનેક ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, ત્યારે કર્ણાટકમાં પણ કોંગ્રેસમાંથી બળવો કરીને 14 ધારાસભ્યો હાલમાં ભાજપમાં જોડાયા હતો. આમાંથી એક ધારાસભ્ય એમટીબી નાગરાજ આજકાલ ખાસ્સા ચર્ચામાં છે.

એમટીબી નાગરાજ આ વખતે એક મોંઘી કારને કારણે ચર્ચામાં છે. નાગરાજે રોલ્સ રોયસ ફેન્ટમ VIII કાર ખરીદી છે, જેની કિંમત 11 કરોડ રૂપિયા છે. હજુ આ કારનો ટેક્સ ચૂકવ્યા બાદ કાર મોંઘી થાય તેવું કહેવાય છે.

કર્ણાટક-JDS સરકારના કુલ 17 ધારાસભ્યોએ નારાજગીને કારણે જુલાઇમાં રાજીનામું આપી દીધું હતું, ત્યાર બાદ રાજ્યમાં જ ગઠબંધનની સરકાર પડી ગઈ હતી. કેટલાય નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે, ધારાસભ્યોને ભારતીય જનતા પાર્ટી દ્વારા ખરીદવામાં આવ્યા છે.

રિપોર્ટ મુજબ નાગરાજ કર્ણાટકના પહેલા એવા નેતા બની ગયા છે, જેની પાસે આ કાર છે. એવી ચર્ચા ચાલી રહી છે કે ટૂંક સમયમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp