કેરીની નિકાસ કરીને પણ કરોડો રૂપિયાની કમાણી કરે છે મુકેશ અંબાણી, જાણો આખી વિગત

PC: indulgexpress.com

રિલાયન્સ ઈન્ડ્સ્ટ્રી દેશની સૌથી મોટી કંપની છે. આ કંપનીના ચેરમેન મુકેશ અંબાણી ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. રિલાયન્સનો બિઝનેસ ઘણા ક્ષેત્રોમાં ફેલાયેલો છે. તેમાં પેટ્રોકેમિકલ્સ, ટેલિકોમ અને રિટેલ પ્રમુખ છે. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે રિલાયન્સ દુનિયાની સૌથી મોટી કેરીને એક્સપર્ટ કરતી કંપનીઓમાંની એક છે. ગુજરાતના જામનગરમાં કંપનીના કેરીના બગીચા આવેલા છે, જે આશરે 600 એકરમાં ફેલાયેલા છે. આ બગીચામાં કેરીના દોઢ લાખથી વધારે વૃક્ષો છે.

આ બાગમાં 200 થી વધુ દેશી-વિદેશી જાતની કેરીઓ ઉગાડવામાં આવે છે. તેમાંથી કેટલીક કેરીની જાત દુનિયાની સૌથી સારી જાતમાં સામેલ થાય છે. રિલાયન્સ પોતાની ખુશીથી આ કેરીના બિઝનેસમાં ઉતરી પરંતુ તેને મજબૂરીમાં આવું કરવું પડી રહ્યું છે. ગુજરાતના જામનગરમાં રિલાયન્સની રિફાઈનરી છે. આ દુનિયાની સૌથી મોટી રિફાઈનરીમાંની એક છે. તેનાથી થતા પ્રદૂષણને ઓછું કરવા માટે રિલાયન્સે આ કેરીના બગીચા બનાવ્યા છે. અસલમાં પ્રદૂષણ રોકવા માટે કંપનીને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તરફથી એક પછી એક નોટિસ મળતી રહી હતી.

આ 1997ની વાત છે. આખરે કંપનીને લાગ્યું કે પોતાની પ્રદૂષણની સમસ્યાને રોકવા માટે તેણે કંઈક કરવું પડશે આ માટે કંપનીએ એક અનોખો રસ્તો અપનાવ્યો. તેનાથી પર્યાવરણની રક્ષા કરવાની સાથે સાથે કંપનીને ફાયદો પણ થઈ રહ્યો છે. કંપનીએ રિફાઈનરીની નજીક કેરીના બગીચા લગાવવાનો નિર્ણય કર્યો. કંપનીએ જામનગર રિફાઈનરીની નજીક ઉજ્જડ જમીનમાં 1998થી કેરીના ઝાડ ઉગવવાના શરૂ કર્યા હતા. શરૂઆતમાં આ પ્રોજેક્ટની સફળતાને લઈને ઘણી આશંકાઓ જતાવવામાં આવી હતી. કારણ કે ત્યાં હવા ઘણી ઝડપી હતી. સાથે પાણી પણ ખારું હતું. જમીન કેરીની ખેતી માટે યોગ્ય ન હતી. પરંતુ કંપનીએ લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેને સફળ કરી બતાવ્યું હતું. આ બાગનું નામ કંપનીના ફાઉન્ડર ધીરુભાઈ અંબાણી લખીબાગ અમરાઈ રાખવામાં આવ્યું છે.

600 એકરમાં ફેલાયેલો આ બાગ દુનિયાનો સૌથી મોટો બાગ માનવામાં આવી રહ્યો છે. બાગ માટે પાણી કંપનીના ડિસેલિનેશન પ્લાન્ટમાંથી આવે છે. આ બાગમાં કેસર, હાફૂસ, રત્ના, સિંધુ, નીલમ અને આમ્રપાલી જેવી દેશી કેરીની સાથે વિદેશી કેરી પણ ઉગાડવામાં આવે છે. વિદેશી કેરીની જાતમાં ફ્લોરિડાની ટોમી એટકીન્સ અને કેન્ટ તથા ઈઝરાયલની લિલિ, કેઈટ અને માયા કેરીનો સમાવેશ થાય છે. આ બાગમાં ઉગતી કેરીને ઘણા દેશોમાં એક્સપર્ટ કરવામાં આવે છે. આ સિવાય રિલાયન્સ તેની નજીકના ખેડૂતોને નવી ટેકનોલોજી અંગે જણાવે છે અને તેમને એક લાખ જેટલા છોડવાઓ આપે છે. આ બાગની સંભાળ નીતા અંબાણી કરે છે. આ બાગની કેરીની ડિમાન્ડ એનઆરઆઈ ભારતીયોમાં ઘણી વધારે છે.

ધીરુભાઈ અને મુકેશ અંબાણી બંને કેરીના ઘણા શોખીન છે. રિલાયન્સની જામનગરની રિફાઈનરી 7500 એકરમાં ફેલાયેલી છે અને તેમાં 1627 એકરમાં ગ્રીન બેલ્ટ છે. અહીં 34થી વધુ પ્રકારના ઝાડ છે, જેમાં 10 ટકા ઝાડ કેરીના છે. કેરીના ઝાડ સિવાય તેમાં જમરુખ, આમલી, કાજુ, બ્રાઝિલીયન ચેરી, ચીકુ, આદુ, દાડમ અને બીજા કેટલાંક ઔષધિય ઝાડ પણ છે. રિલાયન્સે પોતાના બાગમાં થનારા ફળોની માર્કેટિંગ માટે એક અલગ કંપની જામનગર ફાર્મ્સ પ્રાઈવેટ લિમિટેડ બનાવી છે. કંપની આરઆઈએલ મેંગો નામથી કેરી વેચે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp