મુંબઈમાં ફેલાઈ રહી છે આ બીમારી, 4 લોકોના મોત

PC: ndtv.com

ભારે વરસાદ બાદ મુંબઈમાં હવે બીમારીઓ ફેલાઈ રહી છે. ડેન્ગ્યૂ, મલેરિયા સિવાય લેપ્ટોસ્પાયરોસિસ નામની બીમારી લોકોમાં વધી રહી છે. લેપ્ટોસ્પાયરોસિસની ચપેટમાં આવનારા 4 લોકોનું અત્યારસુધીમાં મૃત્યુ થઈ ગયું છે. ડૉક્ટરોના જણાવ્યાનુસાર લેપ્ટોસ્પાયરોસિસ એક જીવાણુ રોગ છે, જે માણસો, ઉંદરો અને પાળતું જાનવરોને પ્રભાવિત કરે છે અને મળ-મૂત્ર દ્વારા ફેલાય છે.

કહેવાય છે કે, લેપ્ટોસ્પાયરોસિસ બેક્ટેરિયા શરીરમાં એકવાર દાખલ થઈ ગયા બાદ ફક્ત 24 કલાકની અંદર જ આખા શરીરની અંદર ફેલાઈ જાય છે. આ બીમારીના લક્ષણ તાવ આવવો, માથું દુખવું, શરીર દુખવું, ડાયરિયા, આંખો લાલ થવી છે. આ સિવાય કમળો, સાંધાનો દુખાવો, થાક લાગવો પણ આ બીમારીના લક્ષણો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp