સુરત આગઃ ઇજાગ્રસ્તોને મદદ કરવા મુસ્લિમોએ પણ રોજા તોડીને રક્તદાન કર્યું

PC: khabarchhe.com

સુરતના સરથાણા જકાતનાકા પાસે થયેલી ભયંકર આગની ઘટના બાદ ઇજાગ્રસ્તોને સુરતની અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યાં છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટનામાં ઘણાં બાળકો ગંભીર રીતે દાઝ્યાં હતા તો કેટલાક બાળકો ઉપરથી કુદતી વખતે ઘાયલ થયા હતા.

દુર્ઘટના બાદ સોશિયલ મીડિયામાં રક્તદાન માટે અપીલ થઇ હતી જેની અસર હોસ્પિટલોમાં દેખાઇ હતી. પવિત્ર રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરો પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને રોજા તોડીને બાળકો માટે રક્તદાન કર્યું હતું અને સુરતમાં હિન્દુ-મુસ્લિમ એકતાની અનોખી મિસાલ રજૂ કરી હતી.  આ ઘટનાની જાણ થતાં જ કેટલાક મુસ્લિમ બિરાદરો શુક્રવારની નમાઝ અદા કરીને તરત હોસ્પિટલ પહોંચ્યા હતા અને રોજા તોડીને તરત રક્તદાન કરવા માટે તૈયાર થયા હતા. ક્રિકેટર યુસુફ પઠાણે પણ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો અને અપીલ કરી હતી કે ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મદદ કરવામાં આવે.

દુર્ધટનાની જાણ થતાં સોશિયલ મીડિયામાં અપીલ કરવામાં આવી હતી કે આ બાળકોને બચાવવાં માટે લોહીની જરૂર છે અને તેથી તરત શહેરીજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ તરફ દોડ્યા હતા અને રક્તદાન કરવા માટે લાઇનો લગાવી હતી. સ્થિતિ એ હદ સુધી પહોંચી ગઇ કે ડોક્ટરોએ કહેવું પડ્યું કે અમારી પાસે સ્ટોરેજ કરવા માટે સાધનોની કમી છે અને તેથી ભીડ ઓછી કરવા વિનંતી કરવી પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp