પી. પી. પાંડેય પછી હવે એન. કે. અમીન અને તરૂણ બારોટે પણ આપ્યું રાજીનામું

PC: livelaw.in

ગુજરાત પોલીસમાંથી નિવૃત્ત થયેલા અને બનાવટી એન્કાઉન્ટર કેસમાં સંડોવાયેલા પોલીસ અધિકારીઓને પુન: નિયુક્તિ આપવા સામે ગુજરાતના પૂર્વ આઈપીએસ અધિકારી રાહુલ શર્માએ પીટીશન કરી હતી. સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકાર અને પોલીસ અધિકારી નરેન્દ્ર અમીન અને તરૂણ બારોટ દ્વારા કરવામાં આવેલા સોંગદનામાને સુપ્રીમ કોર્ટ નકારી કાઢશે તેવું વલણ દેખાતા તાપી જિલ્લાના એસપી નરેન્દ્ર અમીન અને વડોદરા રેલવેના ડીવાયએસપી તરૂણ બારોટે રાજીનામું આપી દીધું છે. આ બન્ને અધિકારીઓની પુન: નિયુક્તિ સામે થયેલ પીટીશનમાં તેમણે રાજીનામા આપી દેતા સુપ્રીમ કોર્ટે પીટીશન પુરી થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું.

ઈશરતના બનાવટી એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના આઈપીએસ અધિકારી પી પી પાંડેય આરોપી હોવા છતાં ગુજરાત સરકારે તેમને ડીજીપીના પદ ઉપર બઢતી આપી હતી. તેમની નિવૃત્તિ બાદ તેમને છ મહિનાની મુદત વધારી આપવામાં આવી હતી, જેની સામે પૂર્વ ડીજીપી રીબેરો દ્વારા પીટીશન કરવામાં આવી હતી, પણ સુપ્રીમ કોર્ટનું વલણ જોતા પાંડેય સ્વેચ્છાએ રાજીનામું આપી ખસી ગયા હતા. ત્યાર બાદ જેલમાંથી જામીન ઉપર છૂટેલા અમીન અને બારોટને પણ નિમણૂક આપી હતી, જેમાં તરૂણ બારોટ તો જેલની અંદર જ હતા ત્યારે નિવૃત્ત થઈ ગયા હતા.

સુપ્રીમ કોર્ટમાં અમીન અને બારોટ દ્વારા એક સોગંદનામું કરી તેમણે પોલીસમાં કરેલી શ્રેષ્ઠ કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો, પણ સુપ્રીમ કોર્ટ તે મુદ્દે સમંત થઈ નહોતી અને તેમને પદ ઉપરથી ખસેડવામાં આવશે તેવું વલણ જણાઈ આવ્યું હતું. જેના પગલે અમીન અને બારોટે પોતાના રાજીનામા ગુજરાત સરકારને મોકલી આપ્યા હતા અને સરકારે આ બાબતે સુપ્રીમ કોર્ટને જાણ પણ કરી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp