દેશમાં આ યુવાનો નશાની પકડમાં છે, અફીણ-કોકેઇનનો પણ થઇ રહ્યું છે સેવન

PC: thediscoveryhouse.com

બોલિવુડમાં ડ્રગ્સ કનેક્શનની ચાલી રહેલી તપાસ વચ્ચે ભારત સરકારના એક સર્વેમાં નશા સાથે જોડાયેલો મોટો ખુલાસો થયો છે, જે ચિંતા વધારે તેવો છે. દેશના બાળકોમાં વધતી નશાની લત એક ગંભીર સમસ્યા બની ચૂકી છે. ભારત સરકારના આ સર્વેક્ષણમાં ખુલાસો થયો છે કે, 10-17 વર્ષની ઉંમરના ગ્રૂપના લગભગ 1.48 કરોડ બાળકો અને કિશોર, આલ્કોહોલ, અફીણ, કોકેઇન, ભાંગ સહિતના કેટલીક રીતેના નશીલા પદાર્થનું સેવન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે દેશમાં નશીલા પદાર્થોના પ્રયોગની સીમા અને સ્વરૂપના સંબંધમાં રાજ્યવાર જાણકારી એકત્ર કરવા માટે રાષ્ટ્રીય સર્વેક્ષણ કર્યું હતું, જેના પરિણામ ચોંકાવવાની સાથે ચિંતા પણ વધારે છે.

આ સર્વે વર્ષ 2018ના આંકડાઓ પર આધારિત છે. આ રિપોર્ટમાં અલગ અલગ નશીલા પદાર્થોનો પ્રયોગ કરનારા 10-75 વર્ષની ઉંમરના વર્ગમાં ભારતની વસ્તીનું પ્રમાણ અને નશીલા પદાર્થોના પ્રયોગથી ઉત્પન્ન વિકૃતિઓના સંદર્ભમાં નિષ્કર્ષ આપવામાં આવ્યા છે. ભારતમાં નશીલા પદાર્થની સીમા અને સ્વરૂપ સંબંધિત રાષ્ટ્રીય સર્વેક્ષણના આંકડાઓ અનુસાર, 18-75 વર્ષની ઉંમરના ગ્રૂપમાં ભાગનું વ્યસન કરનારા લોકોની અંદાજીત સંખ્યા 2.90 કરોડ છે, જ્યારે અફીણનું સેવન કરનારા લોકોની સંખ્યા 1.90 કરોડ જણાઈ આવી હતી. સર્વે અનુસાર 18-75 વર્ષની ઉંમરના વર્ગમાં 10 લાખ લોકો કોકેઇન અને 20 લાખ લોકો ઉત્તેજના પેદા કરનારા ‘એમ્ફેટેમિન’ પદાર્થોનું સેવન કરે છે.

લોકસભામાં 20 સપ્ટેમ્બરે રાજીવ પ્રતાપ રુડીના પ્રશ્નના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી રતનલાલ કટારિયાએ એવી જાણકારી આપી છે. આ સર્વેક્ષણ અનુસાર બધા વર્ગોમાં સૌથી વધારે સંખ્યા દારૂનું સેવન કરનારા લોકોની છે. 18-75 વર્ષની ઉંમરના વર્ગના 15.10 કરોડ લોકો દારૂનું સેવન કરી રહ્યા છે. લગભગ 50 લાખ બાળકો અને કિશોર શામક પદાર્થો અને સૂંઘીને કે શ્વાસ દ્વારા લેવાતા માદક પદાર્થોનું સેવન કરે છે. જ્યારે 2 લાખ બાળકો કોકેઇન અને 4 લાખ બાળકો ઉત્તેજના પેદા કરનારા પદાર્થોનું સેવન કરે છે.

1-17 વર્ષની ઉંમરનો વર્ગ

  • લગભગ 30 લાખ બાળકો અને કિશોર દારૂનું સેવન કરી રહ્યા છે.
  • લગભગ 40 લાખ બાળકો અને કિશોર અફીણનું સેવન કરી રહ્યા છે.
  • લગભગ 20 લાખ બાળકો અને કિશોર ભાંગનું સેવન કરી રહ્યા છે.

ફોર્ટિસ હોસ્પિટલના માનસિક સ્વાસ્થ્ય અને વ્યવહાર વિજ્ઞાનના નિર્દેશક ડો. સમીર પરીખે એક સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, નશીલા પદાર્થોના સેવનની પ્રવૃત્તિ અને ચલણ સતત વધી રહ્યું છે. તે કિશોરોમાં શારીરિક, માનસિક અને ભાવાત્મક પ્રભાવ પાડે છે. નશાની લતના કારણે કિશોરો આક્રમક બને છે. મોટાભાગે એવું જોવા મળે છે કે ઘર-પરિવારમાં કોઈ ને કોઈ વ્યક્તિ કોઈ રીતેનો નશો કરે છે તો એવી પરિસ્થિતિઓ પણ કિશોરોને નશા માટે પ્રેરિત કરે છે. આ સિવાય એવું જોવા મળ્યું છે કે, કેટલીક એવી દૂ:ખદ ઘટનાઓ થઈ જાય છે. એવી પરિસ્થિતિમાં પણ લોકો નશાનો સહારો લેવા લાગે છે.

તેમણે કહ્યું હતું કે, ભાગદોડ ભરી જિંદગીમાં લોકો પોતાના કાર્યોમાં ઘણા વ્યસ્ત છે. તેના કારણે બાળકોને વધારે સમય આપી શકતા નથી. એવામાં બાળકો ઘણીવાર પોતે અવગણના જેવુ અનુભાવે છે. એ કારણે પણ તેઓ ખરાબ સંગતમાં પડીને નશાની ઝપેટમાં આવી શકે છે. એટલે બાળકો અને તેમની જરૂરતોને હંમેશાં ધ્યાનમાં રાખવી જોઈએ. હાલમાં ભારતમાં નશીલા પદાર્થની સીમા અને સ્વરૂપ સંબંધિત રાષ્ટ્રીય સર્વેક્ષણના આંકડા ચિંતા વધારે તેવા છે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી રતનલાલ કટારિયાએ લોકોસભામાં જણાવ્યું હતું કે, મંત્રાલયે વર્ષ 2018-25 માટે નશીલા પદાર્થોની માંગણીમાં ઘટાડો કરવા માટે રાષ્ટ્રીય કાર્ય યોજના તૈયાર કરી છે અને તેનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp