બિહારમાં નહીં આ રાજ્યમાં જન્મ્યા છે ખાનસર,વિવાદિત વીડિયોને કારણે ઉઠી ધરપકડની માગ

PC: uniquenewsonline.com

ખાન સર રિયલ નેમ બાયોગ્રાફી કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે ખાન સરના એક વીડિયો સામે વાંધો ઉઠાવતા ધરપકડની માંગ કરી છે. ખાન સર, કોણ છે આ સવાલ ઘણા લોકોના મનમાં હશે, પરંતુ આજે અમે તમને તેમની સંપૂર્ણ કહાની જણાવી રહ્યા છે.

UPથી બિહાર આવ્યા પછી, પોતાના ભણાવવાના અંદાજથી એક યુવક અચાનકથી છવાઈ જાય છે અને તેના ભણાવવાની રીતથી સૌ કોઈ પ્રભાવિત થઈ જાય છે. યુટ્યુબ પર તેના વિડીયોને લાખો લોકો જુએ છે અને તેની સહજતા અને દેશી અંદાજ માટે ખૂબ પસંદ કરે છે. અમે વાત કરી રહ્યા છે પટનાના ખાન સરની. ખાન સર આજે એક વિવાદમાં ફસાય ગયા છે. તેમના એક વીડિયો પર કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે વાંધો ઉઠાવતા ધરપકડ સુધીની માંગ કરી છે. ખાન સર કોણ છે, એ સવાલ આજે પણ ઘણા લોકોના મનમાં આવે છે, પરંતુ આજે અમે તમને તેમની સંપૂર્ણ કહાની જણાવવા જઈ રહ્યા છે.

ખાન સર કોણ છે....

ખાન સર UPના ગોરખપુરમાં એક સૈનિક પરિવારમાં જન્મ્યા છે અને તેમના અસલી નામને લઈને પણ મતભેદો રહ્યા છે. કોઈ તેમનું સાચું નામ ફૈઝલ ખાન તો કોઈ અમિત સિંહ જણાવી રહ્યા હતા. જો કે, તેનું અસલી નામ ફૈઝલ ખાન જ છે. 1993મા ગોરખપુરમાં જન્મેલા ખાન સરના પિતા નેવીમાં અધિકારી હતા. મોટા ભાઈ પણ સેનામાં હતા અને તેઓ પોતે પણ ત્યાં જવા માંગતા હતા, પણ જઈ નહીં શક્યા. બાળપણથી જ ખાન સરનો અભ્યાસમાં રસ રહ્યો છે અને તેમણે અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી MSC સુધીનો અભ્યાસ કર્યો છે.

યુટ્યુબ પર સૌથી પ્રખ્યાત શિક્ષક છે ખાન સર

પટનાના રહેવાસી, ખાન સર યૂટ્યૂબ પર સૌથી પ્રખ્યાત શિક્ષક છે. તેમના એક વીડિયોને લાખો લોકો જુએ છે અને શેર કરે છે. પોતાના દેશી અને સરળ અંદાજમાં અભ્યાસ કરાવવાના કારણે તેઓ અચાનક ચર્ચાનો વિષય બની ગયા હતા, પરંતુ તેમની સફળતાનો માર્ગ પણ સરળ નથી રહ્યો.

કોરોના કાળમાં થયા પ્રખ્યાત

ખાન સરની સફળતા પાછળ તેમનો સરળ સ્વભાવ અને તેમની કડી મહેનત છે. પટના આવવા પર સૌથી પહેલા તેમણે કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ ખોલ્યું હતું, જે નહીં ચાલી શક્યું. પરંતુ આ પછી પણ તેમણે હાર નહીં માની અને યૂટ્યૂબ પર ખાન GS રિસર્ચ સેન્ટર નામથી એક ચેનલ ખોલી નાખી. કોરોના કાળમાં ભારતના લોકોએ સૌથી વધુ ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો હતો અને તે દરમિયાન તેઓએ ખાન સરના અલગ અંદાજ વાળા વીડિયો જોયા. આ પછી ખાન સર હિટ થતા ગયા. અહીં તમને જણાવી દઈએ કે, યુટ્યુબ ચેનલ પર ખાન સરના લગભગ 2 કરોડ ફોલોઅર્સ છે. તેઓ ખૂબ જ સરળતા અને ગહન રૂચીની સાથે કરેંટ અફેયર્સ અને GSના ટૉપિક્સ સમજાવે છે જેને લોકો ખૂબ પસંદ પણ કરે છે.

કોંગ્રેસ નેતાએ કરી ધરપકડની માંગ

ખાન સર આજે એકવાર ફરી ચર્ચામાં છે, પરંતુ આજે તેમની ધરપકડની માંગ ઉઠી છે. કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતે આજે ટ્વિટ કરીને એક પોસ્ટ શેર કરી જ્યાં ખાન સર ઉદાહરણ આપી રહ્યા હતા કે, કેવી રીતે એક વાક્યનો અર્થ બદલાય જાય છે. જ્યારે 'સુરેશ'ની જગ્યાએ 'અબ્દુલ' થઈ જાય છે. લેખક અશોક કુમાર પાંડેએ પણ તેમના આ વીડિયો સામે વાંધો ઉઠાવતા નફરત ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp