જૂનાગઢમાં જીતેલા NCPના ઉમેદવારે કોંગ્રેસ પર ટિકિટ પૈસાથી વેચવાના આક્ષેપો કર્યા

PC: youtube.com

આજે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટાણીનું પરિણામ જાહેર થયું છે. ત્યારે આ ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. 59 બેઠકોમાંથી ભાજપે 54 બેઠક પર કબજો કર્યો છે. ત્યારે એક બેઠક પર કોંગ્રસની જીત થઇ છે અને ચાર બેઠકો પર NCPના ઉમેદવારની જીત થઇ છે. કોંગ્રેસ કરતા વધારે બેઠક NCPને મળતા NCP કાર્યકર્તાઓમાં ખૂશીની લાગણી જોવા મળી હતી. આ સાથે કોંગ્રેસમાંથી NCPમાં જોડાયેલા અને ચૂંટણી લડેલા ઉમેદવાર અંદ્રેમાન પંજાએ જીત પછી કોંગ્રેસ પર ટિકિટની પૈસાથી વહેચણી કરવાના આક્ષેપો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, અંદ્રેમાન પંજાને કોંગ્રેસમાંથી ટિકિટ મળી ન હતી. એટલા માટે તેઓ NCPમાં જોડાયા અને NCPમાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા.

અંદ્રેમાન પંજાએ જીત પછી મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પ્રજાએ અમારા આગળના રોડના વિકાસના કામો જોઈને અમને મત આપેલા છે. મને ટિકિટ ન મળી અમારા સીનીયર નેતા લાખાભાઈ પરમારને ટિકિટ ન મળી. એમ. કે. બલોચ, પૂંજાભાઈ વંશ અને હેમાંગ વસાવડાએ જૂનાગઢની અંદર વેપારી કરણ કરેલુ છે. પૈસાના હિસાબે આ લોકોએ સારા માણસોને આ ટિકિટ ન આપી અને જેને પૈસા આપ્યા તેમને આ લોકોએ ટિકિટ આપી એના કારણે કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે.

ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી સમયે કોંગ્રેસને આંતરિક જૂથવાદ અને નેતાઓમાં રહેલી સત્તાની ખેંચતાણ વચ્ચે ગુજરાતની 26માંથી એક પણ બેઠક મળી ન હતી. ત્યારબાદ યોજાયેલી જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ જનતાએ કોંગ્રેસને માત્ર એક બેઠક આપી હતી. એટલે જૂનાગઢની ચૂંટણીમાં કોંગ્રેસને આંતરિક જૂથવાદના કારણે કપરી હારનો સામનો કરવો પડ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp