ગૌતમ અદાણીને NDTVમા મળ્યો આ મોટો અધિકાર, હવે ગમે તેને તેઓ....

PC: khabarchhe.com

અદાણી મીડિયા નેટવર્ક્સે NDTVની ઓપન ઓફરમાં 8 ટકા વધારાની ભાગીદારી હાંસલ કરી લીધી છે અને તેનાથી મીડિયા કંપનીમાં તેમની કુલ ભાગીદારી 37 ટકા થઈ ગઈ છે. શરૂઆતમાં અદાણી મીડિયા નેટવર્ક્સે NDTVમાં 29 ટકાનું અધિગ્રહણ કર્યું હતું. ત્યારબાદ ભારતના અધિગ્રહણના નિયમો મુજબ, વધારાની 26 ટકાની ભાગીદારી માટે ખુલ્લી રજૂઆત કરી. ઓપન ઓફર સોમવારે બંધ થઈ.

NDTVમાં અદાણી ગ્રુપની ભાગીદારી હવે 37 ટકા છે, જે મીડિયા કંપનીના સંસ્થાપક પ્રણય રૉય અને રાધિકા રૉય પાસે હાલમાં 32 ટકાથી વધુ છે. પ્રોક્સી એડવાઇઝરી ફાર્મ ઇનગવર્નના સંસ્થાપક શ્રીરામ સુબ્રમણ્યમે કહ્યું કે, ‘અદાણી અને રૉય બંનેને NDTVના પ્રમોટરના રૂપમાં લિસ્ટ કરવામાં આવ્યા છે. તેની સાથે જ હવે વધારે પાર્ટનરશિપ સાથે અદાણીને NDTVના બોર્ડમાંથી હાલના ડિરેક્ટરોને હટાવવા કે મીડિયા કંપનીમાં નવા ડિરેક્ટરોની નિમણૂકનો પ્રસ્તાવ આપવાનો અધિકાર પણ મળી ગયો છે.

આ પ્રસ્તાવ સામાન્ય પ્રસ્તાવો અંતર્ગત આવે છે અને તેના માટે મોટા ભાગના શેરધારકોની મંજૂરીની જરૂરિયાત હોય છે. વર્તમાનમાં પ્રણય રૉય અને તેમના પત્ની બંને NDTVના કાર્યકારી સહ-અધ્યક્ષ છે, જેની સ્થાપના વર્ષ 1988માં કરી હતી. જો કે, પોતાની શેરહોલ્ડિંગના આધાર પર બોર્ડમાં બની રહી શકે છે. જો કે, સ્વતંત્ર ડિરેક્ટરને હટાવવા સાથે સાથે કેટલીક વિશેષ વ્યાવસાયિક લેવડ-દેવડ જેમ કે કંપનીના એસોસિએશનના લેખોમાં બદલાવ, શેર પુનર્ખરીદ યોજના વગેરે માટે 75 ટકા શેર ધારકોની મંજૂરીની જરૂરિયાત હોય છે.

રૉય ફેમિલી પોતાના હાલના શેરહોલ્ડિંગ સાથે આ વિશેષ પ્રસ્તાવો વિરુદ્ધ મતદાન કરી શકે છે. અદાણી ગ્રુપે NDTVના બોર્ડમાં 3 ડિરેક્ટરની નિમણૂક પણ કરી દીધી છે. શ્રીરામ સુબ્રમણ્યમે કહ્યું કે, કોઈ પણ શેર ધરાક જેની પાસે એક શેર પણ છે, તે ડિરેક્ટરોની નિમણૂક કે હટાવવા માટે પ્રસ્તાવ આપી શકે છે, પરંતુ પ્રસ્તાવને 51 ટકા મત (શેરધારકોના) મળવા જોઈએ. એટલે હવે 37 ટકા શેર સાથે અદાણીને ડિરેક્ટરોની નિમણૂક કરવા અને હટાવવામાં સરળતા થશે. આ વર્ષે ઓગસ્ટમાં અદાણી ગ્રુપે વિશ્વપ્રધાન કોમર્શિયલ (VCPL)ના માધ્યમથી NDTVમાં 29 ટકા ભાગીદારી હાંસલ કરી હતી.

વર્ષ 1988માં પ્રણય રૉય અને રાધિકા રોયે NDTVની સ્થાપના કરી હતી. શરૂઆતમાં પ્રણવ રૉય દૂરદર્શન પર ‘ધ વર્લ્ડ ધિસ વીક’ નામના કાર્યક્રમને લઇને આવતા હતા, જેનાથી એ દિવસોમાં તેમણે ખૂબ લોકપ્રિયતા હાંસલ કરી. લગભગ 11 વર્ષ બાદ વર્ષ 1998માં તેમણે સ્ટાર ન્યૂઝ સાથે મળીને દેશની પહેલી 24 કલાક ન્યૂઝ ચેનલની શરૂઆત કરી. એ દિવસોમાં NDTV, સ્ટાર ન્યૂઝ માટે પ્રોડક્શનનું કામ કરતી હતી. ત્યારે BBCનું 80 ટકા કન્ટેન્ટ પણ NDTV જ તૈયાર કરતી હતી. ત્યારબાદ બંને મીડિયા હાઉસ અલગ થઇ ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp