હાઈટેક ડુપ્લેક્સમાં રહેશે MLA અને MLC, એક ડુપ્લેક્સ પાછળ 82 લાખ રૂપિયાનો ખર્ચ

PC: news18.com

બિહારના માનનીયોને નવા આવાસ રહેવા માટે આપવામાં આવશે. પહેલા ચરણમાં આ આવાસ બિહારના MLCને સોંપવામાં આવશે. પટનાના આર બ્લોક વિસ્તારમાં બનનારા આ ડુપ્લેક્સનું ઉદ્ધાટન બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કર્યું છે. આ અવસરે તેમની સાથે બિહારના MLCના સભાપતિ મો હારુન રશીદ, ડિપ્ટી CM સુશીલ કુમાર મોદીની સાથે સાથે ભવન નિર્માણના મંત્રી અશોક ચૌધરી પણ હાજર હતા. પહેલા ચરણમા બિહારના 55 MLCને આ ઘરો સોંપવામાં આવશે.

આ ડુપ્લેક્સ 3680 વર્ગફૂટમાં બનાવવામાં આવ્યો છે. આવો એક ડુપ્લેક્સ બનાવવામાં 82 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. જ્યારે આખી યોજનામાં 116.42 કરોડ રૂપિયા લાગ્યા છે. MLC માટે કુલ 75માંથી 55 ડુપ્લેક્સ બનીને તૈયાર છે. જેમાં 6 બેડરુમ છે.

ભવન નિર્માણ મંત્રી ડૉ. અશોક ચૌધરી અનુસાર, આ ડુપ્લેક્સનો નિર્માણ રાજ્યના MLC માટે બનાવવામાં આવ્યા છે. જેના હેઠળ 55 ફ્લેટ્સનું નિર્માણ પૂરું થઈ ચૂક્યું છે. પટનામાં બનાવવામાં આવેલા આ દરેક ડુપ્લેક્સ આવાસ આધુનિક સુવિધાઓથી સજ્જ છે.

આ ભવનોને ગ્રીન હાઉસિંગ બિલ્ડિંગ કોન્સેપ્ટ પર બનાવવામાં આવ્યું છે. તેની સાથે જ આવાસીય પરિસરમાં MLC હોસ્ટેલ અને કમ્યુનિટી સેન્ટર પણ બનાવવામાં આવી રહ્યા છે. ભવન નિર્માણ વિભાગે બિહારના દરેક મંત્રીઓની સાથે સાથે ધારાસભ્યો, MLC અને દરેક VVIPના સરકારી બંગલાઓ પર ખર્ચાઓને લઈને ગાઈડલાઈન પણ બનાવી લીધી છે. બિહારમાં વિધાનસભાના 243 સભ્યો છે, જેમને પટનાના અલગ અલગ ભાગોમાં આવાસ આપવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp