EDના નવા સુપ્રીમો ગુજરાત કેડરના આ અધિકારી હોય શકે છે

PC: freepressjournal.in

ગુજરાતના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ EDના વડા ગુજરાત કેડરના એક IAS ઓફિસર બની શકે છે. જો હાલના વડાને એક્સટેન્શન ન મળે તો ગુજરાતના આ ઓફિસરની નિયુક્તિ નિશ્ચિત માનવામાં આવે છે. હાલ કેન્દ્ર સરકારમાં EDનું જોર વધુ છે. EDના હાલા ડાયરેક્ટ કરનલ સિંહ છે. તેમનો બે વર્ષનો ટેન્યોર 26મી ઓક્ટોબરે પૂર્ણ થાય છે. તેઓ 1984 બેચના એજીએમયુટી કેડરના IPS અધિકારી છે. લોકસભાની ચૂંટણીના કારણે તેમને એક્સટેન્શન આપવામાં આવી શકે છે, પરંતુ જો એક્સટેન્શન ન અપાય તો ગુજરાત કેડરના ગિરીશચંન્દ્ર મુર્મુનો ચાન્સ લાગી શકે છે.

જી.સી. મુર્મુ એ ગુજરાત કેડરના 1985 બેચના IAS ઓફિસર છે. હાલ તેઓ રેવન્યુ વિભાગમાં સ્પેશ્યલ સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે. તેમનું ડેપ્યુટેશનનું પોસ્ટીંગ દિલ્હીમાં થયું હતું. કરનલ સિંહની નિવૃત્તિ પછી જી.સી.મુર્મુને EDમાં એડીશનલ ચાર્જ આપવામાં આવે તેવી સંભાવના છે.

હાલ તો EDના નવા ડાયરેક્ટરને શોધવાની પ્રક્રિયા ચાલી રહી છે. એનડીએ શાસનમાં EDના દરોડા દેશભરમાં પડી રહ્યાં છે. નાણામંત્રી અરૂણ જેટલીના જેટલા આદેશ આવે છે તેનું પાલન EDના ડાયરેક્ટર કરી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp