આ છે ગુજરાત લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત ચૂંટાયેલા નવા ચેહરાઓ

PC: twitter.com/AmitShah

લોકસભાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. ગુજરાત અને દેશની જનતાએ કમળને ખીલાવ્યું છે. ત્યારે ગુજરાતમમાંથી 26સે 26 બેઠક ભાજપના ફાળે ગઈ છે. ચૂંટણી પ્રચાર સમયે એવું માનવામાં આવી રહ્યું હતું કે, સૌરાષ્ટ્રની કેટલીક બેઠકો પર કોંગેસ આવશે પણ આ માન્યતા જનતાએ ખોટી સાબીત કરી. આ વખતે ભાજપ દ્વારા કેટલાક એવા ચહેરાઓને ચૂંટણી લડાવવામાં આવી હતી કે, તેઓ પહેલા લોકસભા કે, વિધાનસભ લડ્યા જ નથી. કોંગ્રેસના ઉમેદવારની સામે ભાજપ દ્વારા નવા ચહેરાની પસંદગી પણ અસરકારક નીવડી હતી.

પહેલી વખત ચૂંટાયેલા ચહેરાઓની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર બેઠક પરથી ભાજપ દ્વારા ડોક્ટર મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપવામાં આવી હતી. જેના કારણે સાંસદ દેવજી ફતેપુરાએ પક્ષ સામે જ બાયો ચડાવી હતી પણ કોળી સમાજમાંથી આવતા ડોક્ટર મહેન્દ્ર મુંજપરાએ વિરોધ વચ્ચે પણ બહુમતી હાંસલ કરીને જીત મેળવી હતી. ડોક્ટર મહેન્દ્ર મુંજપરા પોતાના જીવનમાં પહેલીવાર ચૂંટણી લડ્યા અને પહેલીવારમાં જ સાંસદ બનશે. જેના કારણે તેઓ લોકસભાના સુરેન્દ્રનગરનું પ્રતિનિધિત્વ કરશે.

રમેશ ધડુક કે, જેઓ પોરબંદર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા. પોરબંદરની બેઠક પરથી સાંસદ વિઠ્ઠલ રાદડિયાનો દબદબો હતો એવું કહેવાય છે કે, લોકો પક્ષ જોઈને નહીં પણ વિઠ્ઠલ રાદડિયાને જોઈને મત આપે છે. આ બેઠક પર આ વખતે ભાજપ દ્વારા રમેશ ધડુકને ઉભા રાખવામાં આવ્યા હતા અને તેમનો ચૂંટણી પ્રચાર સાંસદ વિઠ્ઠલ રાદડિયાના પુત્ર મંત્રી જયેશ રાદડિયા દ્વારા કરવામાં આવ્યો હતો, જેના કારણે તેઓને પોરબંદરની જનતાનો જનમત મળ્યો અને તેઓએ જીત હાંસલ કરી.

મિતેશ પટેલ કે, જેઓ આણંદ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી સામે ચૂંટણી લડ્યા હતા અને તેઓએ પહેલી જ ચૂંટણીમાં જીત હાંસલ કરી હતી. મિતેશ પટેલ ઉદ્યોગપતિ છે અને હવે તેઓ જીત્યા પછી આણંદ લોકસભાનું પ્રતિનિધિત્વ કરશે.

શારદાબેન પટેલ કે. જેઓ મહેસાણા ભાજપના ઉમેદવાર છે, તેઓ પટેલ સમાજમાંથી આવે છે અને પૂર્વ મંત્રી સ્વ. અનીલભાઈ પટેલના પત્ની છે. કોંગ્રેસ દ્વારા આ બેઠક પરથી એ. જે. પટેલને ઉતારવામાં આવ્યા હતા. જેના કારણે ભાજપ દ્વારા પટેલની સામે પટેલ ઉમેદવારની ટક્કર કરાવી હતી. શારદાબેન પટેલની સામાજિક ક્ષેત્ર મોટું નામ હોવાના કારણે તેઓએ મહેસાણા બેઠક પરથી જીત હાંસલ કરી.

ગીતાબેન રાઠવા કે, જેઓ છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર છે. કોંગ્રેસના ઉમેદવાર રણજીતસિંહ રાઠવાને ટક્કર આપવામાં માટે ભાજપે મહિલા ઉમેદવારની પસંદગી કરી હતી. ગીતાબેન રાઠવા છોટાઉદેપુર જિલ્લા પંચાયતના સભ્ય છે. લોકોએ તેમનો મત ગીતા રાઠવાને આપીને તેને વિજયી બનાવ્યા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp