નવી Maruti Swift થઈ લોન્ચ, વધારે મળશે માઈલેજ, કિંમતમાં થયો આટલો વધારો

PC: ndtv.com

દેશની સૌથી મોટી કાર બનાવનારી કંપની Maruti Suzuki Indiaએ બુધવારે પોતાની પ્રીમિયમ હેચબેક કાર Swiftનું નવું મોડેલ ભારતમાં લોન્ચ કરી દીધું છે. દિલ્હીમાં તેની એક્સ-શોરૂમ કિંમત 5.73 લાખ રૂપિયાથી લઈને 8.41 લાખ રૂપિયા વચ્ચે રાખવામાં આવી છે. અસલમાંMartui Suzukiએ પોતાની સૌથી વધુ વેચાણ થનારી હેચહેક કાર Swiftને એક નવા જ અવતારમાં લોન્ચ કરી છે.

નવી 2021 Maruti Swift Faceliftને 5 વેરિયન્ટ્સમાં લોન્ચ કરવામાં આવી છે. નવા રંગ, નવું એન્જિન અને ઘણા નવા ફીચર્સ સાથે નવી Swiftને લોકો સમક્ષ ઉતારવામાં આવી છે. જો કિંમતની વાત કરીએ તો માર્કેટમાં હાજર Swiftના મુકાબલે નવી Swiftની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. Maruti Suzuki Swift Facelift 2021 હેચબેકના બેઝ LXI વેરિયન્ટની દિલ્હીમાં એક્સ-શો રૂમ કિંમત 5.73 લાખ રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે માર્કેટમાં હાજર LXI વેરિયન્ટની કિંમત 5.49 લાખ રૂપિયા મતલબ કે નવા વેરિયન્ટની કિંમતમાં 24,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ Swiftની નવા એડિશનના દરેક મોડેલની કિંમતમાં વધારો કર્યો છે.

કંપનીએ દાવો કર્યો છે કે નવી Swiftમાં ગ્રાહકોને વધારે માઈલેજ મળવાની છે. કંપનીના કહેવા પ્રમાણે, મેન્યુઅલ ગિયરબોક્સવાળા એન્જિનમાં 23.20 કિમી પ્રતિ લિટરની માઈલેજ મળશે. જ્યારે AGS ટ્રાન્સમિશન સાથે એન્જિન 23.76 કિમી પ્રતિ લિટરની માઈલેજ આપશે. નવી Swift 2021માં આઈડલ સ્ટાર્ટ-સ્ટોપ ટેક્નોલોજી સાથે આગામી નેક્સ્ટ જનરેશનની K-સીરિઝ 1.2 લિટર ડ્યુઅલ VVT એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 6000 Rpm પર મહત્તમ 66 kwનો પાવર જનરેટ કરે છે. આ એન્જિન સાથે મેન્યુઅલ અને AGS ટ્રાન્સમિશનનો ઓપ્શન પણ મળે છે.    

2021 Maruti Suzuki Swiftમાં અપડેટેડ ફ્રન્ટ ગ્રિલ આપવામાં આવી છે. તેની સાથે જ તેમાં ક્રોમ સ્ટ્રિપ, કોન્ટ્રાસ્ટ બ્લેક રૂફ અને નવા એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. તે સિવાય હેચબેકમાં ફ્લેટ-બોટમ સ્ટીયરીંગ વ્હીલ, રિયર વ્યૂ કેમેરા અને ઓટોમેટિક હેડલેમ્પ જેવા ફીચર્સ પણ આપ્યા છે. તે સિવાય કારમાં ત્રણ ડ્યુઅલ ટોન પેઈન્ટ વિકલ્પ પણ સામેલ કરવામાં આવ્યો છે. MSIના કાર્યકારી નિર્દેશક શશાંક શ્રીવાસ્તવે કહ્યું છે કે- વર્ષ 2005થી માર્કેટમાં લોન્ચ કર્યા પછીથી જ Swift ભારતીય પ્રીમિયમ હેચબેક માર્કેટમાં ક્રાંતિ લાવી છે. આ દરમિયાન Swiftએ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન અને રસ્તા પર સફળ માઈલેજને લીધે પોતાની આગવી ઓળખ બનાવી છે. અત્યાર સુધીમાં 24 લાખથી પણ વધુ Swiftના યુનિટ્સનું વેચાણ થઈ ચૂક્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp