નવી Maruti Swift થઈ લોન્ચ, બ્લેક થીમને પગલે Swiftને મળ્યો જોરદાર લુક

PC: tosshub.com

Maruti Suzuki Inidaએ પોતાની સૌથી વધુ વેચાણ થનારી હેચબેક Swiftનું સ્પેશિયલ એડિશન લોન્ચ કરી દીધું છે. કંપનીએ કહ્યું છે કે, Swiftના સ્પેશિયલ એડિશનને બ્લેક થીમ સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. Maruti Suzukiની નવી Swift માટે ગ્રાહકોએ રેગ્યુલર મોડેલની સરખામણીએ 24,999 રૂપિયા વધારે ખર્ચ કરવા પડશે. હાલમાં માર્કેટમાં હાજર Swiftની એક્સ-શોરૂમ કિંમત 5.19 લાખથી 8.02 લાખ રૂપિયાની વચ્ચે છે. કંપનીએ નવી Swiftમાં બ્લેક કલરનો ઉપયોગ કરીને તેને એક અલગ લુક આપવાની કોશિશ કરી છે. બ્લેક થીમવાળી આ નવી Swiftમાં ગ્લોસી બ્લેક બોડી કિટ, સ્પોલર, બોડી સાઈડ મોલ્ડિંગ, ડોર વિજર અને ફોગ લેમ્પ જેવી એસેસરીઝ મળશે.

કંપનીએ આ કારમાં કોઈ મિકેનિકલ બદલાવ કર્યા નથી. આ એડિશનમાં કંપનીએ કેટલાક કોસ્મેટિક બદલાવો કર્યા છે. સ્ટાન્ડર્ડ વેરિયન્ટની સરખામણીમાં આ લિમિટેડ એડિશન મોડલ વધારે બોલ્ડ અને ડાયનેમિક લુકની સાથે આવશે. Maruti Suzukiના કાર્યકારી નિર્દેશક શશાંક શ્રીવાસ્તવે કહ્યું હતું કે, લોન્ચ કર્યા પછી Swiftનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. પ્રિમીયમ હેચબેક સેગમેન્ટમાં તેની મજબૂત પકડ છે. Swiftના ત્રણ જનરેશનમાં તેના ફીચર, લુક અને ટેક્નોલોજીમાં ઘણા બદલાવો કરવામાં આવ્યા છે. લોન્ચ પછી Swiftના 23 લાખથી વધુ યુનિટ્સનું વેચાણ થઈ ચૂક્યું છે.

Maruti Suzuki India સરકારી કર્મચારીઓ માટે વિશેષ ઓફર લઈને આવી છે. આ ઓફર હેઠળ સરકારી કર્મચારીઓ ફેસ્ટિવ સિઝન દરમિયાન Marutiની કારની ખરીદી પર 11,000 રૂપિયા સુધીનો લાભ મેળવી શકશે. નાણાંમંત્રી નિર્મલા સિતારામને હાલમાં જ સરકારી કર્મચારીઓને એલટીસીને બદલે કેશ વાઉચર આપવાની જાહેરાત કરી છે.

Swift લગભગ 14 વર્ષથી ભારતીય માર્ગો પર દોડી રહી છે. આ Maruti Suzukiના મહત્ત્વપૂર્ણ અને સફળ મોડેલમાંનું એક છે. કંપની  હવે તેને વધારે સ્પોર્ટી લુક આપીને Swiftને વધુ લોકોમાં જાણીતી બનાવવા પર વિચાર કરી રહી છે. હાલના વર્ઝનમાં ચાર વેરિયન્ટ ઉપલબ્ધ છે. આ કારમાં BS6 1.2 લીટર પેટ્રોલ યુનિટ સાથે પ્રયોગ કરવામાં આવ્યો છે, જે 83psનો પાવર અને 113nmનો ટોર્ક જનરેટ કરે છે. આ કારમાં 5-સ્પીડ AMT ગિયરબોક્સન વિકલ્પ મળે છે. માઈલેજની વાત કરીએ તો Swiftનું પેટ્રોલ વેરિયન્ટ 21.21 કિમી પ્રતિ કલાકની છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp