પ્રેગ્નન્સી રોકવાની આ નવી રીત અપાવશે ઝંઝટોમાંથી મુક્તિ

PC: adoptionchoicesofmissouri.org

મા બનવું કોઈપણ મહિલા માટે ખૂબ જ સુખદ અનુભવ હોય છે પરંતુ, જો તમે પ્રેગ્નન્સી ના ઈચ્છતા હો તો પછી તમારી મુશ્કેલી વધી શકે છે. પ્રેગ્નન્સી ના ઈચ્છનારી મહિલાઓ માટે માર્કેટમાં ઘણા પ્રકારની ગર્ભનિરોધક દવાઓ ઉપલબ્ધ છે. આ તમામ દવાઓનું સેવન મહિલાઓએ ઈન્ટરકોર્સ બાદ કરવાનું હોય છે. પરંતુ, વિચારો કે કોઈ એવી બર્થ કંટ્રોલ દવા હોય જેને સેક્સ પહેલા ખાઈ શકાય અને જેનાથી આવનારા 3થી 5 દિવસોમાં પ્રેગ્નન્સીને અટકાવી શકાય. એક નવી સ્ટડી અનુસાર, આવનારા દિવસોમાં આ સંભાવના હકીકતનું રૂપ લઈ શકે છે.

ઈમરજન્સી ઉપયોગ માટે ગર્ભનિરોધક દવાઓમાં પણ હાલ યૂલિપ્રિસ્ટલ એસીટેટ ટ્રસ્ટેડ સોર્સ (UA), લેવોનોજેસ્ટ્રેલ અને સાઈક્લો- ક્સીગેનીડ-2 (COX-2)નો ઉપયોગ થાય છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં થયેલા હાલના ક્લીનિકલ ટ્રાયલમાં UA અને COX-2 મેલોક્સિકેમમાંથી બનાવવામાં આવેલી ગર્ભનિરોધક દવાઓ સુરક્ષિત અને કારગર જણાઈ છે. આ સ્ટડી બીએમજે સેક્સુઅલ એન્ડ રિપ્રોડક્ટિવ હેલ્થ જર્નલમાં પ્રકાશિત થઈ છે.

જો આપણે પારંપરિક ગર્ભનિરોધકની વાત કરીએ તો તેનું સેવન દરરોજ કરવુ પડે છે જ્યારે ઈમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સનું સેવન સેક્સ બાદ કરવામાં આવે છે. હજુ સુધી પ્રેગ્નન્સી અટકાવવાની એવી કોઈ દવા નથી જેને સેક્સ દરમિયાન ખાઈ શકાય. આ સ્ટડીની ઓથર અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પ્રસૂતિ-સ્ત્રી રોગ વિશેષજ્ઞ ડૉ. એરિકા કાહિલે કહ્યું, એવા ઘણા લોકો છે, જેમની કોન્ટ્રાસેપ્ટિવ જરૂરિયાતો પૂર્ણ નથી થઈ શકતી. ઘણી મહિલાઓ ઈચ્છે છે કે, તે જ્યારે સેક્સુઅલી એક્ટિવ હોય, ત્યારે ગર્ભનિરોધકનો ઉપયોગ કરવ પડે. તેમણે દરરોજ ગોળીઓ ના ખાવી પડે.

આ એક્સપરિમેન્ટલ ગર્ભનિરોધકમાં સામેલ યૂલિપ્રિસ્ટલ એસીટેટ અને મેલોક્સીકેમ એ સમયે ઓવ્યૂલેશનને અટકાવે છે જ્યારે ગર્ભધારણની સંભાવના સૌથી વધુ હોય છે. કાહિલે સમજાવ્યું, ઓવ્યૂલેશન પહેલા મહિલાઓનું મ્યૂટિયલ વધેલું હોય છે. એ સમયે ઓવ્યૂલેશનને અટકાવવું સૌથી મુશ્કેલ હોય છે અને પ્રેગ્નેન્ટ થવું સૌથી સરળ હોય છે. લ્યૂટિયલ ફેઝ ઓવ્યૂલેશન બાદ અને પીરિયડ્સ સ્ટાર્ટ થતા પહેલાનો સમય હોય છે. આ દરમિયાન, ગર્ભાશયની લાઈનિંગ મોટી થઈ જાય છે.

જ્યારે લ્યૂટિયલ વધવા માંડે છે તો યૂલીપ્રિસ્ટલ એસીટેટ ઓવલ્યૂલેશનને અટકાવે છે જ્યારે મેલોક્સીકેમ લ્યૂટિયલ વધ્યા બાદ પણ ઓવ્યૂલેશનને અટકાવી શકે છે. ઓન ડિમાન્ડ બર્થ કંટ્રોલની આ દવા કારગર છે કે નહીં, તે જાણવા માટે એક સ્ટડી કરવામાં આવી. આ સ્ટડીમાં 18થી 35 વર્ષની નવ મહિલાઓને બે મહિલાઓએ પીરિયડ્સ પર ધ્યાન આપ્યું. જ્યારે મહિલાઓનું લ્યૂટિયલ વધેલું હતું ત્યારે તેમને 30 ગ્રામ યૂલીપ્રિસ્ટલ એસીટેટ અને 30 ગ્રામ મેલોક્સીકેમ આપવામાં આવી.

શોધકર્તાઓએ આ તમામ મહિલાઓના હોર્મોન્સને માપ્યા અને લ્યૂટિયલ વૃદ્ધિની ઓળખ કરવા માટે અલ્ટ્રાસાઉન્ડ સ્કેનનો રિવ્યૂ કર્યો. એ જાણવાનો પ્રયત્ન કર્યો કે બંને દવાઓ એકસાથે લેવાથી મહિલાઓમાં ઓવ્યૂલેશન થાય છે કે અટકી જાય છે. આ સ્ટડીમાં જોવા મળ્યું કે, બે દવાઓ એકસાથે લેવાથી 6 મહિલાઓમાં ઓવ્યૂલેશન અટકી ગયું.

કાહિલે કહ્યું કે, ઓન ડિમાન્ડ કોન્ટ્રાસેપ્શનની ખાસ જરૂર છે. લોકો પહેલાથી જ પેરિકોઈટલ કોન્ટ્રાસેપ્શન જેવી ઈમરજનસ્ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. તેમજ ઘણા લોકો એવા ઉપાયોમાં રસ ધરાવે છે જેમા તેમને ઈંજેક્શન અને ઈમ્પ્લાન્ટ પ્લેસમેન્ટ માટે ક્લિનિકના ચક્કર ના કાપવા પડે. રિસર્ચર્સનું કહેવુ છે કે, ઓન ડિમાન્ડ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ પ્રેગ્નન્સીને અટકાવવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે પરંતુ, તેને માટે હજુ વધુ સંશોધન કરવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp