લોકસભાની ચૂંટણી પહેલા NDA નવું બને છે, જાણો ભાજપનો શું પ્લાન છે

PC: dailyexcelsior.com

ભારતમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે 2019મા ફરીથી NDAનું ગઠન થવાનું છે. આ વખતે NDA સામે UPA નથી પરંતુ મહાગઠબંધન છે. બંને પાર્ટી કોંગ્રેસ અને ભાજપ તેમનું સંખ્યાબળ વધારવામાં પડ્યા છે. બંને પાર્ટીઓ પૈકી હાલ ગઠબંધનમાં મહાગઠબંધનનું પલ્લું ભારે જણાય છે પરંતુ જેમ ચૂંટણી નજીક આવશે તેમ સ્થિતિ ક્લિયર થવાની સંભાવના છે.

ભાજપની નજર નવી પાર્ટીઓ પર છે. વાજપેયી વખતે જે પાર્ટીઓ હતી તે અત્યારે NDAમા નથી તેમને શામેલ કરવાની જવાબદારી અમિત શાહના માથે છે. આગામી માર્ચ સુધીમાં નવું NDA બની જશે અને કેટલીક પાર્ટીઓ ચૂંટણી પહેલા અને કેટલીક પાર્ટીઓ ચૂંટણી પછી ગઠબંધન કરી શકે છે.

નેશનલ ડેમોક્રેટીક એલાયન્સ (NDA)ની રચના 1998મા કરવામાં આવી હતી. આ કોંગ્રેસ વિરોધી મોરચો હતો. NDAની લીડ ભાજપે લીધી હતી. 1998મા જ્યારે NDAની રચના થઈ ત્યારે પ્રાઇમ મિનિસ્ટરના કેન્ડિડેટ તરીકે અટલ બિહારી વાજપેયીને ચૂંટવામાં આવ્યા હતા.

આ સમયે ભાજપ, AIDMK, સમતા પાર્ટી, બીજુ જનતાદળ, અકાલી દલ, નેશનલ ટ્રીનમુલ કોંગ્રેસ, શિવસેના, PMK, લોક શક્તિ, MDMK, HVP, જનતા પાર્ટી, મિઝો નેશનલ ફ્રન્ટ અને એનડીઆર જીડીપી મળીને કુલ 13 પાર્ટીઓ ભાજપ સાથે જોડાઈ હતી.

1999મા બીજી વાર NDAનું ગઠન થયું હતું તેમાં પણ અટલ બિહારી વાજપેયીને વડાપ્રધાન પદના ઉમેદવાર પસંદ કરવામાં આવ્યા હતા. ભાજપને 16 પાર્ટીઓનું સમર્થન મળ્યું હતું. આ 16 પાર્ટીઓ NDAની પાર્ટનર હતી. 2004મા પણ NDAમાં ભાજપને 11 પાર્ટીઓનો સાથ હતો અને અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન પદના ઉમેદવાર હતા. જો કે 2009મા NDA બની ત્યારે લાલકૃષ્ણ અડવાણીને વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યા હતા. આ સમયે ભાજપ સાથે 12 પાર્ટીઓ હતી.

2014ની લોકસભાની ચૂંટણી પહેલા બનેલા NDAમા ભારતની કુલ 44 પાર્ટીઓ જોડાઈ હતી જે પ્રથમવાર આટલી મોટી સંખ્યા ધરાવે છે પરંતુ હાલની સ્થિતિમાં કેટલીક પાર્ટીઓ જેવી કે ચંન્દ્રાબાબુ નાયડુ સહિતની પાર્ટી સહિત કેટલીક પાર્ટીઓ ભાજપથી છેડો ફાડી ચૂકી છે. હાલ લોકસભામાં NDAનું સંખ્યાબળ 307 બેઠકોનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp