એશિયા કપ પર ભારત-પાકિસ્તાન વચ્ચે વાકયુદ્ધ, અશ્વિને મિયાદાદને આપ્યો જડબાતોડ જવાબ

PC: khabarchhe.com

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી જ્યારથી એશિયા કપ 2023 માટે પાકિસ્તાન જવાની ના પાડી છે ત્યારથી પાકિસ્તાન ક્રિકેટમાં હાહાકાર મચી જવા પામ્યો છે. કાલે પાકિસ્તાની ક્રિકેટર મિયાદાદે BCCIને લઇને ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું હતું. તો હવે રવિચંદ્રન અશ્વિને તેમને જડબાતોડ જવાબ આપ્યો છે. રવિચંદ્રન અશ્વિને કહ્યું કે, એશિયા કપનું આયોજન પાકિસ્તાનમાં થવાનું હતું, પરંતુ ભારતે ત્યાં જવાની ના પાડી દીધી.

ભારતે કહ્યું કે વેન્યૂ ચેન્જ થવા પર જ તે એશિયા કપ રમશે. એવું ઘણી વખત થાય છે જ્યારે આપણે ત્યાં રમવા નહીં જઈએ તો પણ તેઓ કહે છે કે તેઓ રમવા નહીં આવે, પાકિસ્તાને પણ કહ્યું કે વર્લ્ડ કપ રમવા નહીં આવે, પરંતુ એ સંભવ નથી. એશિયા કપનું આયોજન થઈ શકે છે. શ્રીલંકામાં કરાવવામાં આવે. જો ત્યાં થાય છે તો મને ખુશી થશે. ઉલ્લેખનીય છે કે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની બેઠકમાં BCCI સચિવ જય શાહે ભારતની સ્થિતિને સ્પષ્ટ કરી હતી.

BCCIએ કહ્યું કે, સુરક્ષાના કારણે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે, જો એશિયા કપ ત્યાંથી શિફ્ટ થતો નથી તો ભારતીય ટીમ તેમાં હિસ્સો નહીં લે. તેના જવાબમાં પાકિસ્તાન તરફથી ધમકી આપવામાં આવી છે, જો ભારતીય ટીમ પાકિસ્તાન આવતી નથી તો પાકિસ્તાની ટીમ વન-ડે વર્લ્ડ કપ માટે ભારતનો પ્રવાસ નહીં કરે. આ નિવેદનબાજી દરમિયાન જાવેદ મિયાદાદે કહ્યું હતું કે, અમારી ક્રિકેટ ભારત વિના પણ ચાલી રહી છે, જો ભારત પાકિસ્તાન આવતું નથી તો આપણે ત્યાં પણ ન જવું જોઇએ.

પાકિસ્તાને તેની ક્રિકેટમાં મળી રહી છે એવામાં ICCએ પોતાની ભૂમિકા ભજવવી જોઇએ અને એ પ્રકારના મામલાનું સમાધાન કરવું જોઇએ. જાવેદ મિયાદાદે BCCI માટે ‘Go to hell’ શબ્દનો ઉપયોગ કર્યો. કહ્યું કે, ICCએ બધા ટીમો માટે નિયમ બનાવવો જોઇએ, જ્યાં જો કોઇ ટીમ ટૂર્નામેન્ટમાં હિસ્સો લેતી નથી તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. ભારતનું ક્રાઉડ ખૂબ જ ખરાબ વર્તન કરે છે, જો તેની ટીમ હારે છે તો ક્રાઉદ બેકાબૂ થઇ જાય છે. તેમણે કહ્યું કે આવીને રમો, રમતા કેમ નથી. ભાગો છો, તેમને મુશ્કેલી થઇ જાય છે ભાગે છે.

ભારતીય ટીમ લાંબા સમયથી પાકિસ્તાનનો પ્રવાસ કરી રહી નથી કેમ કે ભારત અને પાકિસ્તાનના રાજનૈતિક સંબંધ અત્યારે સારી નથી, એવામાં બંને દેશો વચ્ચે ક્રિકેટ પણ ઘણી હદ સુધી રોકાયેલી છે. અત્યારે બંને ટીમો માટે ICC અને ACC ટૂર્નામેન્ટમાં જ એક-બીજા વિરુદ્ધ રમે છે. ઉલ્લેખનીય છે કે એશિયા કપ 2023 આ વખત પાકિસ્તાનમાં થવાનો છે, પરંતુ ભારતીય ટીમે ત્યાં જવાની ના પાડી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp