વિસનગર કોંગ્રેસ તાલુકા પ્રમુખને લઈ કોંગ્રસમાં થયો આંતરિક વિવાદ

PC: khabharchhe.com

જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસમાં આંતરિક વિવાદ ઓછો થવાનું નામ લેતો નથી. ત્યારે હવે મહેસાણામાં કોંગ્રેસના સભ્યોનો આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. મહેસાણાના વિસનગર કોંગ્રસ સાથે જોડાયેલા OBC સમાજે એક બેઠક કરી હતી અને બેઠકમાં તમામ લોકોએ વીસનગર કોંગ્રેસ તાલુકા પ્રમુખ પશા પટેલ સામે વિરોધ નોંધાવ્યો હતો. માલધારી સેલના શૈલેશ દેસાઈએ આ બેઠકમાં વર્તમાન તાલુકા પ્રમુખ પર આક્ષેપો કર્યા હતા કે, તાલુકા કોંગ્રેસ પ્રમુખ પાટીદાર સમાજ સિવાય કોઈ પણ સમાજની વાત સંભાળતા નથી અને તાલુકા પંચાયતના પ્રમુખ બનવા ઇચ્છતા ઉમેદવાર પાસેથી પૈસાની માગણી કરે છે. આ ઉપરાંત વર્તમાન તાલુકા કોંગ્રેસ પ્રમુખને બદલવામાં નહીં આવે તો કોંગ્રેસ માલધારી સેલે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

માલધારી સેલના શૈલેશ દેસાઈએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમારો રોષ એ જ હતો કે, હું તાલુકા પ્રમુખનો ઉમેદવાર હતો અને મેં પશા પટેલને મારી ઉમેદવારીનું ફોર્મ આપ્યું હતું અને મેં તાલુકા પ્રમુખ બનવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે તેમણે મારી પાસેથી 3 લાખ રૂપિયા માગ્યા હતા એટલે મેં દાવેદારી પછી ખેંચી લીધી.

આ ઉપરાંત OBC સમાજના લોકોએ તાલુકા પ્રમુખની દાવેદારી નોંધાવનાર પાસેથી 3 લાખ રૂપિયા માંગ્યા હોય તો ભૂતકાળમાં પણ એવું બનેલુ છે કે, તાલુકા પંચાયતના મેન્ડેડ આપવાનું અને તાલુકા પંચાયતના ડેલીગેટને ટિકિટો આપવા માટે રૂપિયા લીધેલા છે.

બીજી તરફ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પશા પટેલે તેમના પર લાગેલા તમામ આરોપોને પાયા વિહોણા ગણાવીને ફગાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp