કમલનાથે ઇમરતી દેવીને કહેલા શબ્દ પર ભડક્યા રાહુલ ગાંધી, કહ્યું..

PC: ndtv.com

ચૂંટણી ટાણે સત્તાના મદમાં રાજકીય નેતાઓ ભાન ભૂલીને અપજમાનજનક ઉચ્ચારણો કરી દેતા હોય છે. પરંતુ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સન્માનીય સિનિયર નેતા કમલનાથ પણ મહિલા મંત્રી માટે આપત્તિજનક ઉચ્ચારણો કરે તેઆશ્ચર્યની વાત છે.કોંગ્રેસના માજી અધ્યક્ષ રાહુલ ગાંધીએ કમલનાથના નિવેદન પર બોલવું પડયું , તેમણે કહ્યું કે જે પ્રકારની ભાષાનો ઉપયોગ થયો છે તે મને પસંદ નથી. આ દુર્ભાગ્યપૂર્ણ છે.ભાજપે તો કમલનાથ પર હુમલો ચાલું જ રાખ્યો છે.

મધ્યપ્રદેશની શિવરાજસિંહ સરકારના કેબિનેટ મંત્રી ઇમરતી દેવીને આઇટમ કહેવાના મામલામાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ હવે ચારે તરફથી ભીંસમાં મુકાઇ ગયા છે.કોંગ્રેસની અંદર પણ કમલનાથની અપમાનજનક ટીપ્પણીની નિંદા થવા માંડી છે.કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કમલનાથની નિવેદન સાથે અસહમતિ બતાવતા કહ્યું હતુ કે,જે પ્રકાની ભાષાનો ઉપયોગ થયો છે તે મને પસંદ નથી.આ દુર્ભાગ્યપૂર્ણ છે.કમલનાથના બયાન પર બીજેપી નેતાઓ હલ્લો બોલાવી રહ્યા છે.

રાહુલ ગાંધીએ કમલનાથની ટીપ્પણી બાબતે કહ્યું હતું કે,કમલનાથ ભલે મારી પાર્ટીના નેતા છે, પણ વ્યકિતગત રીતે મને આ પ્રકારની ભાષા પસંદ નથી જેનો તેમણે ઉપયોગ કર્યો હતો.હું આવા પ્રકારની ભાષાની સરાહના કરતો નથી, ભલે પછી કોઇ પણ હોય. આ દુર્ભાગ્યપૂર્ણ છે.

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે સોમવારે પોતાની સફાઇમાં કહ્યું હતું કે, હું તેમનું નામ ભુલી ગયો હતો. હું કોઇનું અપમાન કરતો નથી.જો કે હજુ સુદી તેમણે તેમના નિવેદન પર માફી માંગી નથી.કમલનાથના ઇમરતી દેવીની ટિપ્પણીના વિરોધમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સોમવારે બે કલાકનું મૌન પાળ્યું હતું. તેમણે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને એક પત્ર લખ્યો છે અને કમલનાથને બધા પદ પરથી હટાવવાની તેમણે માંગ કરી છે.

રાજકારણ હોય કે સમાજકારણ મહિલાનું સન્માન થવું જ જોઇએ અને ઉચ્ચ પદ બેઠેલી વ્યકિતએ તો ખાસ ધ્યાન રાખવું જોઇએ કે કોઇ પણ રીતે મહિલાઓની ગરીમાને ઠેસ પહોંચે.કમલનાથે ઇમરતી દેવીને આઇટમ જેવા શબ્દોનો ઉપયોગ કરતા દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.આટલા વર્ષોથી દેશ પર રાજ ચલાવી ચુકેલી કોંગ્રેસના નેતાઓને ખબર નથી કે ભાજપના નેતાઓ કોંગ્રેસના નિવેદન પર વળતો હુમલો કરવામાં માહિર છે. કેટલીય વાર એવું બન્યું છે કે કોંગ્રેસના નેતાઓના બયાન તેમના જ ગળામાં ભેરવાઇ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp