આદિપુરુષના સેટ પર 'બાહુબલી'એ કૃતિને કર્યું પ્રપોઝ! અભિનેત્રીએ આપ્યો આ જવાબ

PC: betulmedia.com

બાહુબલી સીરિઝમાં લીડ રોલ પ્લે કરનાર સાઉથનો સુપરસ્ટાર પ્રભાસ આ દિવસોમાં પોતાની અંગત જિંદગીને કારણે ચર્ચામાં છે. રિપોર્ટ્સ અનુસાર, પ્રભાસ ફિલ્મ 'આદિપુરુષ'ની એક્ટ્રેસ કૃતિ સેનનને ડેટ કરી રહ્યો છે. હવે નવા અહેવાલો અનુસાર, અભિનેતાએ કૃતિને ઘૂંટણિયે પડી પ્રપોઝ પણ કર્યું છે.

બોલિવુડમાં મોટા ભાગના ફિલ્મ સેટ નવી લવ સ્ટોરીનો પાયો છે. છેલ્લા કેટલાક સમયથી સમાચાર આવી રહ્યા છે કે આવનારી ફિલ્મ 'આદિપુરુષ', જેમાં પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે, તેના સેટ પર એક લવ સ્ટોરી પણ બની રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કૃતિ સેનન અને પ્રભાસ રિલેશનશિપમાં છે અને બંને એકબીજા માટે ખૂબ જ ગંભીર છે. હવે, એક નવો અહેવાલ સામે આવ્યો છે, જે મુજબ પ્રભાસે ઘૂંટણીયે પડીને ફિલ્મના સેટ પર કૃતિને પ્રપોઝ કર્યું હતું. આવો જાણીએ કૃતિએ શું કહ્યું...

એક નવો મીડિયા રિપોર્ટ સામે આવ્યો છે, જે મુજબ પ્રભાસ કૃતિ સેનનને લઈને ખૂબ જ ગંભીર છે અને તેને ખૂબ જ પ્રેમ કરે છે. આ રિપોર્ટ અનુસાર, 'આદિપુરુષ'ના સેટથી શરૂ થયેલી લવ સ્ટોરી આ સેટ પર પણ ઘણી આગળ વધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મના સેટ પર જ શૂટિંગ દરમિયાન પ્રભાસે કૃતિ સેનનને ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કર્યું હતું.

જણાવી દઈએ કે, જ્યારે પ્રભાસે કૃતિને પ્રપોઝ કર્યું ત્યારે કૃતિએ તરત જ હાં પાડી દીધી હતી. કૃતિ પણ આ સંબંધથી ખૂબ જ ખુશ છે અને પ્રભાસ સાથેના સંબંધોને આગળ વધારવા માટે પણ તૈયાર છે. અહીં તમને જણાવી દઈએ કે, કૃતિ અને પ્રભાસ બંનેના પેરેન્ટ્સ પણ આ સંબંધથી ઘણા ખુશ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે ફિલ્મ 'આદિપુરુષ' રીલિઝ થઇ જશે, ત્યારે કૃતિ અને પ્રભાસ સગાઈ કરી લેશે.

અહીં તમને જણાવી દઈએ કે, 'ઝલક દિખલા જા'ના સેટ પર વરુણ ધવને પોતે જ કરણ જોહરને બધાની સામે કહ્યું હતું કે, કૃતિ એવી વ્યક્તિને ડેટ કરી રહી છે જે હાલમાં મુંબઈમાં નથી અને દીપિકા પાદુકોણ સાથે શૂટિંગ કરી રહ્યો છે. આ વાતથી તરત જ સ્પષ્ટ થઈ ગયું હતું કે, વરુણ પ્રભાસ વિશે વાત કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp