કોંગ્રેસના IT સેલ દ્વારા MLAના પગાર વધારાનો વિરોધ, જાણો ધારાસભ્યોને શું અપીલ કરી

PC: gujaratcongress.in

કોંગ્રેસના નફ્ફટ ધારાસભ્યો પ્રજાની લાગણી સમજી શકતા નથી. ધારાસભ્યોએ પગાર વધારો લઈ લીધા બાદ સમગ્ર ગુજરાતમાંથી ભાજપ અને કોંગ્રેસ સામે ભારે વિરોધ થઈ રહ્યો છે. તેમાં કોંગ્રેસના IT સેલ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, પણ ભાજપના એક પણ કાર્યકરે પોતાના પક્ષના પ્રજા રાજ વિરોધી પગારની લૂંટનો વિરોધ કર્યો નથી.

સ્નેહી કોંગ્રેસ ધારાસભ્યશ્રી,

વધતી જતી મોંઘવારીમાં પીસાતી જનતા, પેટ્રોલ-ડીઝલના બેફામ ભાવવધારાથી ત્રસ્ત મધ્યમવર્ગીય સમાજ અને યુવાનો અને દેવાં નીચે દબાયેલા ખેડૂતો તેમજ ફિક્સ પગારથી કામ કરતા કર્મચારી કે તળીયાના મજૂરીના ભાવોથી ભુખ્યા મજૂરોને આપણે ન્યાય ન આપી શકીએ તેવી પરિસ્થિતિમાં પ્રજાના પ્રતિનિધિ બની એક કોંગ્રેસી ધારાસભ્ય તરીકે પગાર વધારો લેવો શું યોગ્ય છે?

આપ કોંગ્રેસના ધારાસભ્ય છો અને આપે વિચારવાનું છે, આપનું આ અવિચારી પગલું પક્ષની આત્મહત્યા તરફનું પ્રયાણ છે એમ અમારું માનવું છે. આપનો યોગ્ય વૈચારિક નિર્ણય ગમશે. લોકતંત્રમાં મારે મારા બાંધવો-સાથી ઓના નિર્ણય વિરુદ્ધ "અનિશ્ચિતકાલીન" ઉપવાસ કરવા દુઃખદ ઘટના છે. આશા છે જનતાની અપેક્ષાએ કોંગ્રેસ દ્વારા નવસર્જનનો માર્ગ છે. 27-12-2017થી અમલમાં આવે તે રીતે (માનનીય) ધારાસભ્યોનો પગાર વધારો એટલે આશરે 4.75 (આશરે પાંચ લાખ) રોકડમાં જમા થશે.

અવિશ્વાસની દરખાસ્ત ઉપર કોઇ ચર્ચા ન થવા દઇ બહુમતીથી ભાજપે દરખાસ્ત ઉડાવી દીધી. અર્થાત કોંગ્રેસનો વોકઆઉટ એટલે પણ સર્વાનુમતે અવિશ્વાસ દરખાસ્ત ઉડાવી દેવાઇ. બદલાતા રાજકીય વાતાવરણમાં ગુંગળામણ થાય છે. ભાગબટાઇના આક્ષેપો થાય છે, મિલીભગતની નજરથી કોંગ્રેસને જોવામાં આવે છે. સંગઠન અને ચૂંટાયેલી પાંખની પરીક્ષા રીત એકતા ગાઢ છે નેતૃત્વના વિચારો એક જ થાય સ્વાભાવિક છે. કોંગ્રેસનો કાર્યકર કે સિનીયર નેતૃત્વ પક્ષની શિસ્તની મર્યાદાના કારણે મૌન છે અને એનો લાભ ઉઠાવાય રહ્યો છે એમ સ્પષ્ટ ફલિત થાય છે.

અલબત્ "farmers revolving fund" ઉભું કરી આગામી એક વર્ષ ધારાસભ્યો આ વધારાના નાણાં જમા કરી ખેડૂતોને આત્મહત્યાથી બચાવવા પ્રયાસ કરે અને તે પછીના એક વર્ષ ગરીબ-દલિત-આદિવાસી-લધુમતી સમાજના બાળકો માટે આવું ફંડ વપરાય તો એ સમાજને પ્રેરણા મળે કે કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાચા અર્થમાં જનપ્રતિનિધિ છે. અન્યથા કાર્યકરોના નશીબ ભલે રાજકીય અંધકારમય બને પણ જનતા તમારા અવિચારી કૃત્ય બદલ તમને ક્ષમ્ય નહીં જ ગણે.

હકીકત છે ભાજપના ધારાસભ્યો પ્રદૂષિત ભ્રષ્ટાચારના ભાજપી વાતાવરણમાં પગાર વધારો ઇચ્છતા હતા. ભાજપ પાસે બહુમતી હોવાથી એમને માટે સરળ હતું. સહજ સ્વાભાવિક સમસ્યાઓથી જનતાને બેધ્યાન કરવા નિષ્ણાત ભાજપે પગાર વધારા માટે કોંગ્રેસને વિશ્વાસમાં લેવાનો કારસો ઘડ્યો અને વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિમાં જ પગાર વધારાની કોંગ્રેસની સહમતી મેળવી લઇ પ્રસ્તાવ રજૂ કરાયો અને કોંગ્રેસ પક્ષે આ પ્રસ્તાવ સર્વ સહમતીથી પસાર કર્યો હતો. કોંગ્રેસ પક્ષે જો સહમતિ ન આપી હોત તો પણ બહુમતિથી ભાજપ એ પ્રસ્તાવ પસાર કરત. પરંતુ કમનસીબી છે કે અમો બહુ વિશ્વાસ રાખનાર ફસાઈ ગયા છીએ.

-ઉમાકાંત માંકડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp