કોરોનાના મોટા ભાગના દર્દી કરી રહ્યા છે મોટી ભૂલ, ભારે પડી શકે

PC: AajTak.in

કોરોના વાયરસની બીજી લહેરે આખા દેશને ફરીવાર હલાવી નાખ્યો છે. નવો સ્ટ્રેન વધારે આક્રમકતાની સાથે લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે. કોરોનાના ગંભીર લક્ષણોથી બચવા માટે અમુક લોકો પેઇનકિલર્સ અને એન્ટીબાયોટિક્સ જેવી દવાઓ પણ લઇ રહ્યા છે. પણ શું તમે જાણો છો કે આ રીતે ડૉક્ટરની સલાહ વિના દવા લેવાથી તમારી તકલીફો વધી શકે છે.

એક્સપર્ટ્સ અનુસાર, કોરોનાની કોઇ સારવાર મોજૂદ નથી. જે સારવારની સલાહ ડૉક્ટર્સ આપી રહ્યા છે તે માત્ર અને માત્ર રિકવરી થવાની સ્થિતિને કન્ટ્રોલ રાખવા અને લક્ષણોને રોકવા માટે છે. કોરોનાના હળવા લક્ષણ દેખાવા પર સેલ્ફ આઇસોલેશનમાં જવા પર પણ જોખમને ઓછું કરી શકાય છે. માત્ર વૃદ્ધો કે પહેલાથી કોઈ બીમારી ગ્રસ્ત દર્દીએ જ હોસ્પિટલ જવું જોઇએ.

પેઇનકિલર્સઃ સેલ્ફ આઈસોલેશનમાં ડૉક્ટર્સની સલાહ પર દર્દી તાવ કે માથાના દુખાવાથી રાહત મેળવવા માટે પેરાસિટામોલ અને ઈબુપ્રોફેન જેવી દવાઓનો ઉપયોગ કરી કે છે. સામાન્ય રીતે ડૉક્ટર્સ કોમ્બિફ્લેમ અને ફ્લેક્સૉન જેવી દવાઓની ભલામણ કરે છે જે પેરાસિટામોલ અને ઈબુપ્રોફેનનું જ એક કોમ્બીનેશન છે.

કફ સિરપઃ કોરોનામાં ખાંસીની રાહત મેળવવા માટે તમે ડૉક્ટરની સલાહ પર ખાંસીની દવા કે કફ સિરપ લઇ શકો છો. ધ્યાન રાખો કે જો તમે પેરાસિટામોલ અને ઈબુપ્રોફેનનું કોમ્બિનેશન લીધું છે તો તેના ઓવરડોઝથી નુકસાન થઇ શકે છે. ગળાને રાહત આપવા માટે મધ અને લીંબુ લઇ શકાય છે.

એન્ટીબાયોટિક્સઃ એન્ટીબાયોટિક દવાઓથી કોરોનાની સારવાર કરવી યોગ્ય નથી. એન્ટીબાયોટિક્સ કોરોના વાયરસની સામે કારગર નથી. આ ઉપરાંત એન્ટીબેક્ટોરિયલ હોન્ડ વોશ પણ હાથ કે સરફેસ પર જામેલા વાયરસને નષ્ટ કરવામાં કારગર નથી. તેના સ્થાને 60 ટકાવાળા આલ્કોહોલ યુક્ત સેનેટાઇઝરનો ઉપયોગ કરો.

આયુર્વેદિક ઉપચારઃ કોરોનાથી બચવા માટે અમુક લોકો ડૉક્ટરની સલાહ લીધા વિના જ આયુર્વેદિક કે પારંપરિક દવાઓનો ઉપયોગ કરવા લાગે છે. જ્યારે આ વસ્તુઓના ઉપયોગને લઇ કોઇ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. માટે આવી કોઇ પણ વસ્તુના ઉપયોગ કરવા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઇએ. જ્યારે શરીર કોરોના સંક્રમણ સામે લડી રહ્યું હોય ત્યારે શરીરમાં પાણીની અછત ન થવા દેવી જોઇએ અને એવા ફળોનું સેવન કરવું જોઇએ જેમાં પાણી અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય.

કોરોના મહામારી દરમિયાન શરીરને સ્વસ્થ રાખવા માટે પૌષ્ટિક ભોજનની આદતો હોવી પણ જરૂરી છે. વધારે કેલરીવાળા ભોજનના સ્થાને ફાઈબરથી ભરપૂર ભોજનનું સેવન કરો. ફાઈબર વાળા ફળ અને તેના જ્યૂસનું સેવલ કરો. જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. બ્રિટિશ જર્નલ ઓફ ન્યૂટ્રિશનની એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે.

જર્નલ ઓફ ક્લિનિકલ સ્લીપ મેડિસિનમાં પ્રકાશિત સ્ટડી અનુસાર, સેચુરેટેડ ફેટ આધારિત(જંક ફુડ) અને વધારે સુગર વાળું ભોજન ખાવું ન જોઇએ. આ પ્રકારની વસ્તુઓ બોડી માસ ઈન્ડેક્સ(BMI) વધારે છે. ગયા વર્ષે પણ કોરોનાથી મરનારા ઘણાં દર્દીઓનું BMI લેવલ વધારે હાઈ હતું.

લસણ, આદુ અને હળદર જેવા ગુણકારી મસાલાનો ઉપયોગ લાંબા સમયથી બીમારીઓની સારવાર માટે કરવામાં આવે છે. લસણમાં મોજૂદ એલિસિન નામનું તત્વ ઈમ્યૂન સેલ્સને રોગોથી લડવાની તાકાત આપે છે. ઘરે જ રિકવર થતા લોકો ડૉક્ટર પાસેથી સલાહ લઇ તેનો ઉપયોગ કરી શકે છે. લસણને પ્રીબાયોટિક રીતે પેટના માઇક્રોફ્લોરા માટે ખૂબ સારું માનવામાં આવે છે. જે પેટના સારા બેક્ટેરિયા માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. જે આપણા ઈમ્યૂન સિસ્ટમને પણ ફાયદો પહોંચાડે છે. જોકે, તેને વધારે માત્રામાં લેવું જોઇએ નહીં.

વિટામિન ડીઃ રેસ્પિરેટરી ઈન્ફેક્શન થવા પર વિટામિન ડીના ફાયદા ઘણાં સ્ટડીમાં સાબિત થયા છે. ઈમ્યુનિટીને સારી રાખવા માટે વિટામિન ડીનો મોટો રોલ છે. વિટામિન ડીનો ડેઇલી ડોઝ રેસ્પિરેટરી ઈન્ફેક્શનના જોખમને ઓછું કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp