પાક ક્રિકેટર કૈનત ઈમ્તિયાઝે લાલ જોડામાં કરાવ્યું ક્રિકેટ થીમ્ડ વેડિંગ ફોટો શૂટ

PC: aajtak.in

લગ્ન પહેલા પ્રી-વેડિંગ શૂટ કરાવવાનો હવે એક ટ્રેન્ડ બની ગયો છે. લોકો અલગ-અલગ થીમ પર આવા ફોટોશૂટ કરાવે છે. જેની વચ્ચે પાકિસ્તાની મહિલા ક્રિકેટર કૈનત ઈમ્તિયાઝનું એક પ્રિ વેડિંગ શૂટ હાલ ચર્ચામાં છે. કૈનત ઈમ્તિયાઝે દુલ્હનના જોડામાં બેટ-બોલ પકડીને ફોટોશૂટ કરાવ્યું છે. કૈનત ઈમ્તિયાઝે સોમવારે જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ ફોટાઓ શેર કર્યા છે. જેમાં તેણે બેટ-બોલ લઈને ફોટો શૂટ કરાવ્યુ છે.

લાલ રંગના દુલ્હનના કપડા પહેરીને કૈનત ઈમ્તિયાઝ ખૂબ જ સુંદર લાગી રહી છે, અને તેણે આ દરમિયાન બેટિંગ સ્ટૅન્સ લેતા, બોલિંગ કરતાં ફોટાઓ ક્લિક કરાવ્યા છે.

કૈનત ઈમ્તિયાઝના લગ્ન આમ તો 30 માર્ચના રોજ જ થઈ ગયા હતા, પરંતુ હવે તેણે પોતાના ફોટાઓ શેર કર્યા છે. તેણે લખ્યું છે કે ક્રિકેટ થીમ્ડ ફોટોશૂટ. હંમેશા આ જ કરાવવા ઈચ્છતી હતી.

કૈનત ઈમ્તિયાઝના આ ફોટા પર પાકિસ્તાની મહિલા ટીમની ઘણી ખેલાડીઓએ કોમેન્ટ કર્યું છે. બિસ્માહ મરૂફ, ફાતિમા સના, સિદ્રા નવાઝ ભાટી, મુનીબા અલી, મરિના ઇકબાલ સહિતના અન્ય ખેલાડીઓએ પણ કોમેન્ટ કરી છે.

અહીં તમને જણાવી દઈએ કે, 29 વર્ષની કૈનત ઈમ્તિયાઝે પાકિસ્તાન માટે કુલ 15 વનડે મેચ રમી છે, જેમાં તેના નામ પર 128 રન અને 9 વિકેટ છે. કૈનત ઈમ્તિયાઝ એક ઓલરાઉન્ડર ક્રિકેટર છે. તે ડાબા હાથથી ક્રિકેટ રમે છે અને ડાબા હાથથી જ મિડિયમ ફાસ્ટ બોલિંગ પણ કરે છે.

કૈનત ઈમ્તિયાઝે  15 ટી-20 પણ રમી છે, જેમાં 120 રન અને 6 વિકેટ તેના નામ પર છે, કૈનત ઈમ્તિયાઝે પોતાનો ડેબ્યૂ આયર્લેન્ડની સામે વર્ષ 2011માં કર્યું હતું.

કૈનત ઈમ્તિયાઝે આ વર્ષની શરૂઆતમાં વિરાટ કોહલીના કેપ્ટન તરીકે રાજીનામું આપવા પર પણ રિએક્ટ કર્યું હતું. તેણે ટ્વિટર પર એક પોસ્ટ પણ લખી હતી. સાત વર્ષ તમે  નિર્ભયતાથી રમ્યા. દુનિયાના મહાન ટેસ્ટ કેપ્ટનોમાંથી એક વિરાટ કોહલીને મારા સલામ. તમે ઘણા ક્રિકેટરો માટે પ્રેરણારૂપ છો.

કૈનત 2010 એશિયન ગેમ્સ અને 2014 એશિયન ગેમ્સમાં સ્વર્ણ પદક જીતનારી પાકિસ્તાની ક્રિકેટ ટીમનો ભાગ રહી છે. કૈનતે લીગ ક્રિકેટ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મળીને કુલ 66 T-20 મેચ રમી છે. જેમાં તેણે 634 રન કર્યા છે અને 34 વિકેટ લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp