મોદી સરકારે અમને દુનિયાથી વિખુટા પાડવા પ્રયત્નો કર્યા, ન મળી સફળતાઃ પાકિસ્તાન

PC: dnaindia.com

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના PMO તરફથી એક નિવેદન સામે આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનની વિદેશ નીતિ ખૂબ સફળ સાબિત થઈ છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, ભારતે હંમેશા પાકિસ્તાનને દુનિયાથી વિખુટો પાડવા માટે પ્રયત્નો કર્યા છે. પરંતુ, એ કામમાં ભારતને કોઈ સફળતા મળી નથી. પાકિસ્તાનના PMOએ કહ્યું કે, દુનિયામાં વડાપ્રધાન ઈમરાન ખાન ખૂબ લોકપ્રિય નેતા છે. એક તરફ ચીન બોર્ડર પર ફૂંફાડા મારી રહ્યું છે એવામાં હવે પાકિસ્તાને ભારતની નિષ્ફળતાના સૂર ગાયા છે.

ઈમરાન ખાન સરકારે અમેરિકા અને યુએઈ સાથે સંબંધો મજબૂત કર્યા છે. વડાપ્રધાન ઈમરાન ખાને વિદેશનીતિ પર સારૂ એવું કામ કર્યું છે. આ જ કારણોસર તે અત્યારે દુનિયામાં સૌથી પોપ્યુલર નેતા છે. ભારતે અનેક પાસાઓ પર પાકિસ્તાનને દુનિયામાંથી વિખુટો પાડવા પ્રયત્નો કર્યા છે. પણ ભારતની મોદી સરકાર આવું કરવામાં સફળ થઈ નથી. ઈમરાન ખાને દુનિયાના અનેક નેતાઓ સાથે સંબંધ મજબૂત કર્યા છે. પાકિસ્તાને પોતાની જ પીઠ થાબડતા કહ્યું કે, આજે પાકિસ્તાન ખૂબ મજબૂત સ્થિતિમાં છે. ઈમરાન ખાનની સરકારે અમેરિકા સાથે પણ સારા સંબંધો બનાવ્યા છે. યુએઈ સાથે પણ સંબંધો સુધારી લીધા છે.

ખાસ વાત એ છે કે, યુએઈએ છેલ્લા કેટલાક દિવસોમાં 700થી વધારે પાકિસ્તાની નાગરિકોને પરત મોકલી દીધા છે. થોડા મહિના પહેલા ઈમરાન ખાને યુએનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવવા માટે પ્રયત્ન કર્યા હતા. એ વખતે માત્ર મલેશિયાના પૂર્વ વડાપ્રધાન મહાતિર મોહંમદ અને તુર્કીના રિસેપ એર્ડોગને એમનો સાથ આપ્યો હતો. દેશમાં પરત આવ્યા એ પછીના કેટલાક દિવસોમાં મહાતિરે સત્તા ગુમાવી પડી હતી. પછી નવા વડાપ્રધાન મોઈનુદ્દિને ભારત સાથે સંબંધ સુધારવા માટે પ્રયત્નો કર્યા છે. યુએઈના તંત્રએ એવી સ્પષ્ટતા કરી હતી કે, જો પાકિસ્તાની નાગરિક ખોટા દસ્તાવેજનો ઉપયોગ કરશે તો એમને યુએઈમાં સજા પણ ફટકારવામાં આવી શકે છે. જ્યારે આતંકવાદના મુદ્દે અમેરિકા સતત પાકિસ્તાન પર ઠીકરું ફોડતો હોય છે. અગાઉ પણ ભારત વિરોધી નિવેદન પાકિસ્તાન તરફથી આવ્યા છે. જોકે, આતંકી પ્રવૃતિઓને કારણે તથા ટેરર ફંડિંગ મામલે પાકિસ્તાન દુનિયાથી વિખૂટો પડી ગયો છે. આ વાત તે સ્વીકારવા માટે તૈયાર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp