મૃતકો બાળકોના પરિવારને મળતા જ પરેશ ધાનાણી રડી પડ્યા

ગઈ કાલે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશીલા કોમ્પ્લેક્ષમાં આગ લાગવાની ઘટના બની હતી. આ આગ 23 બાળકોના જીવને ભરખી ગઈ હતી તો કેટલાક બાળકો હજુ પણ સારવાર હેઠળ છે. ત્યારે સમગ્ર મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસના આદેશો આપ્યા છે. આ બાળકો જયારે ઘરેથી ભણવા માટે નીકળ્યા હતા ત્યારે ક્યાં તેમના માતા-પીતાને ખબર હતી કે, બાળક ઘરે પાછુ નહીં આવે. જયારે ટ્યુશન કલાસીસમાં આગ લાગવાની ઘટનાની જાણ બાળકોના વાલીઓને થઈ હતી. ત્યારે વાળીઓ બધાજ કામ પડતા મુકીને પોતાનું બાળક હેમખેમ છે કે, નહીં તે જાણવા ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા, જ્યારે તેઓ ઘટના સ્થળા પર પહોંચ્યા ત્યારે તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી, કારણ કે, ફાયરની ગાડીઓ ઘટના સ્થળે હાજર હતી પણ બાળકોને ચોથા માળ પરથી જંપ કરીને નીચે આવી રહ્યા હતા અને નીચે ઉભેલા કેટલાક લોકો બાળકોને જીલી રહ્યા હતા.

જયારે આગ પર કાબુ મેળવ્યા પછી કોમ્પ્લેક્ષની અંદરથી એક પછી એક 15 કરતા વધારે મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અને ઘાયલ થયેલા બાળકોને સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

ઘટનાને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાત્રે સુરત આવ્યા હતા અને ઘાયલ થયેલા બાળકોનની હોસ્પિટલમાં મૂલાકાત કરી હતી. આજે નીકળેલી મૃતક બાળકોને સ્મશાન યાત્રામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી હાજર રહ્યા હતા અને મૃતકોના પરિવારના દુખમાં સહભાગી થયા હતા. મૃતક બાળકોના પરિવાર જનોની આખોમાં આંશુ જોઈને પરેશ ધાનાણી પણ રડી પડ્યા હતા અને મૃતક બાળકોના પરિવારજનોને ભેટી પડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp