ભરતસિંહ સોલંકી વિરુદ્ધ પાટણના જાગીરદારો ભરી રહ્યા છે આ પગલું

PC: gujaratcongress.in

કોંગ્રેસમાં જ્યારે જ્યારે હોદ્દેદારો કે પદ આપવામાં આવે છે ત્યારે ડખા બહાર આવે છે. કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય કારોબારીમાં મોટા પ્રમાણમાં નિમણુંકો આપી ત્યાર બાદ રાજ્યમાં અનેક વિસ્તારમાં વિરોધ અને વિવાદ શરૂ થયો છે. જેમાં લાગવાગ હોવાથી યોગ્ય પ્રતિનિધિત્વ મળ્યું ન હોવાની બૂમ ઊઠી છે. પાટણમાં જાગારદારો અને ક્ષત્રિયો એક થઈને કોંગ્રેસ પ્રમુખનું નાક દબાવવા માટે જાહેર મહાસભા બોલાવી રહ્યાં છે.

તેમનું એવું કહેવું છે કે, પ્રદેશ પ્રતિનિધિઓ CPCCમાં નિયુક્ત કરાયા છે. જેમાં પાટણમાંથી દરબારો, ક્ષત્રિઓ અને જાગીરદારોને સ્થાન આપવામાં આવ્યું નથી. તેથી એવું સ્થાન આપવા માટે માંગણી કરી રહ્યાં છે. રાષ્ટ્રીય ડેલીગેટમાં અમારા ક્ષત્રિય અને જાગીરદાર 20થી 25 હોવા જોઈએ એવું સ્પષ્ટ કહી રહ્યાં છે. તેઓ કોંગ્રેસને પોતાની જાગીર સમજી રહ્યાં હોવાનું પાટણ કોંગ્રેસના સૂત્ર કહી રહ્યાં છે. જો અમને યોગ્ય સ્થાન નહીં મળે તો પાટણ જિલ્લા કોંગ્રેસમાંથી 100થી વધારે રાજીનામાં આપી દેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp