પાવરી ગર્લને મોડેલ નહીં પરંતુ પાકિસ્તાનમાં આ કામ કરવાની છે ઈચ્છા

PC: google.com

પાવરી હો રહી હૈ 5 સેકન્ડના આ વીડિયોથી જાણીતી થયેલી પાકિસ્તાની છોકરી દનાનીર મુબીનને આજે કોઈ ખાસ ઓળખની જરૂર નથી. સોશિયલ મીડિયા પર દરેક જણ તેને પાવરી ગર્લના નામથી ઓળખે છે. આ વીડિયોને કારણે પાકિસ્તાન અને ભારત વચ્ચે એક વાત સારી થઈ કે દરેક જણના જુબાન પર બસ એક જ શબ્દ છે પાવરી હો રહી હૈ. આ વીડિયોના વાયરલ થવા પછી એવો કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો પહેલા કરતા સારા થશે.

 
 
 
View this post on Instagram

A post shared by Dananeer | 🇵🇰 (@dananeerr)

જ્યાં સુધી આ વીડિયોની વાત કરીએ તો તેમાં પાવરી ગર્લ દનાનીર મુબીન નોર્થ પાકિસ્તાનની નાથિગાલી પહાડોની વચ્ચે પોતાના મિત્રો સાથે રસ્તાના કિનારે ઊભી છે અને કહે છે કે યે હમ હૈ, યે હમારી કાર હૈ ઔર યે હમારી પાવરી હો રહી હૈ. દનાનીર મુબીનને આ વીડિયોમાં પાર્ટીને બદલે પાવરી બોલે છે જેના પછી ચારેય બાજુ આ વીડિયો પાવરી હો રહી હૈના નામથી વાયરલ થઈ ગયો છે. આ વીડિયોમાં દનાનીર મુબીન પાર્ટી શબ્દને અમેરિકન ઈંગ્લિશની કોપી કરતા પાર્ટીને પાવરી બોલતી જોવા મળે છે.

 
 
 
View this post on Instagram

A post shared by Dananeer | 🇵🇰 (@dananeerr)

સાઉથ એશિયન લોકો જે અમેરિકાના ઈંગ્લિશની કોપી કરતા તેમની જેમ બોલવાની કોશિશ કરે છે તેમના માટે આ વીડિયો એકદમ બંધ બેસતો છે પરંતુ દનાનીર મુબીનના આ વીડિયોને પાકિસ્તાન અને ભારતમાં ઘણો પસંદ કરવામાં આવ્યો છે. માત્ર એટલું જ નહીં સામાન્ય લોકોની સાથે બોલિવુડ સિલેબ્સ પણ આ પાવરી સોંગની સ્ટાઈલ કોપી કરીને પોતાનું વર્ઝન બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે અને હાલમાં તમે જો સોશિયલ મીડિયા ઓપન કરશો તો તમને પાવરી હો રહી હૈના હજારો વીડિયોઝ જોવા મળશે.

 
 
 
View this post on Instagram

A post shared by Deepika Padukone (@deepikapadukone)

ભારતમાં દિલ્હી પોલીસ અને મહિલા આયોગે પણ સોશિયલ મીડિયા પર પાવરી સ્ટાઈલમાં ઘણા વીડિયો શેર કર્યા છે. જ્યાં પાવરી પર ભારતીય સૈનિકે પણ એક વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ બરફના પહાડોની વચ્ચે ઊભા છે અને કહે છે કે આ અમે છીએ આ અમારી બંદૂક છે અને અમે અહીં ગશ્ત લગાવી રહ્યા છે. બોલિવુડનું જાણીતું કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે પણ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પાવરી હો રહી હૈ સ્ટાઈલની કોપી કરેલી જોવા મળે છે.

તે સિવાય દેશની જાણીતી અમૂલ કંપનીએ પણ પોતાના મેસ્કોટ સાથે પાવરી હો રહી હૈનું પોસ્ટર બનાવડાવ્યું છે. હાલમાં જ દનાનીર મુનીબે એક ઈન્ટરવ્યું દરમિયાન કહ્યું કે લોકોનો આટલો બધો પ્રેમ મળવાને લીધે હું ઘણી ખુશ છું. આ વીડિયોના વાયરલ થયા પછી મને ઘણી એડ્સ, મોડેલિંગ અને એક્ટિંગ માટેના ઓફર આવી રહ્યા છે પરંતુ આ બધું કરવાને બદલે મારી પાકિસ્તાન ફોરેન સર્વિસ જોઈન કરવાની ઈચ્છા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp