રમીઝ રાજાની ધમકી- હવે ભારતની જેમ ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમ પણ નિશાના પર

PC: hindustantimes.com

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રમીઝ રાજાએ એક મોટું નિવેદન આપ્યું છે. જેના કારણે અન્ય ક્રિકેટ બોર્ડના સભ્યો પણ ચોંકી ગયા છે. રમીઝ રાજાએ જણાવ્યું હતું કે, ન્યુઝીલેન્ડ બાદ ઈંગ્લેન્ડે પણ પાકિસ્તાનમાં રમવાનો ઈન્કાર કર્યા બાદ ઈંગ્લેન્ડે પણ પાકિસ્તાનના ગ્રાઉન્ડ પર રમવાની ના પાડી દીધી છે. આ પછી ભારત બાદ આ બંને ટીમ એમના નિશાન પર આવી ચુકી છે. રાજાએ કહ્યું કે, પશ્ચિમી જુથ એક સાથે થઈ ગયા છે. એમની ટીમનો મુખ્ય હેતુ હવે અન્ય ત્રણ ટીમને હરાવવાનો રહ્યો છે. 

એક વીડિયો મેસેજ શેર કરતા રમીઝ રાજાએ કહ્યું હતું કે, પહેલા એક ટીમ અમારા નિશાના પર હતી. અમારો પાડોશી દેશ ભારત સાથે હવે આ યાદીમાં બીજી બે ટીમના નામ જોડાઈ ગયા છે- ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ. ઈંગ્લેન્ડે પાકિસ્તાન ટુર કરવાની ના પાડી દીધી એનાથી હું ખૂબ નિરાશ થયો છું. પણ આ બધુ અપેક્ષિત હતું. કારણ કે આ પશ્ચિમી જૂથ દુર્ભાગ્યથી એક સાથે આવી ગયો છે. આ સાથે તેઓ પરોક્ષ રીતે એકબીજાનું સમર્થન કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. ઈંગ્લેન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડેની પુરુષ અને મહિલા ટીમ આગામી મહિને લિમિટેડ ઓવર ટુર્નામેન્ટ રમવા માટે પાકિસ્તાન જવાની હતી પણ હવે આ સમગ્ર પાકિસ્તાન ટુર રદ્દ કરી દેવામાં આવી છે. આ વિસ્તારની યાત્રા માટે વધતી જતી ચિંતા અને સંયુક્ત આરબ અમિરાતમાં T20માં ખેલાડીઓના થાકનું મોટું કારણ આપ્યું છે. આ પહેલા ગત અઠવા઼ડિયે ન્યૂઝીલેન્ડે રાવલપિંડીમાં પહેલી વન ડે મેચ શરૂ થાય એ પહેલા પાકિસ્તાન ટુર રદ્દ કરી નાંખી હતી. આ માટે તેમણે કોઈ સુરક્ષા અંગેનું કારણ દર્શાવ્યું નથી. જેના કારણે આ ટુર રદ્દ કરી દીધી. રાજાએ કહ્યું કે, આનાથી વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા ટુરમાં પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. એ મુદ્દો પણ નિશાન પર રહ્યો છે. અમારે વેસ્ટ ઈન્ડિઝ સામે સીરિઝ રમવાની છે. આનાથી તેને સીધી અસર થઈ શકે છે.

ઓસ્ટ્રેલિયા આ માટે છેલ્લાં ઘણા સમયથી વિચારણા કરી રહ્યું છે. ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ તમામ ટીમ એકજૂથ થઈ ચુકી છે. અમે ફરિયાદ પણ કોને કરી શકીએ. હાં, ઝિમ્બાબ્વે પોતાની ટીમ પાકિસ્તાન મોકલવા ઈચ્છા વ્યક્ત કરી ચૂકયું છે. પણ જુદા જુદા કારણોથી એ શક્ય નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp