ભારતને નો-પ્રોફિટ પર વેક્સીન આપવાની અમેરિકન કંપની Pfizerએ કરી રજૂઆત

PC: biospace.com

કોરોના મહામારીના આ સમયમાં દુનિયાભરમાં કોવિડ વેક્સીનની ભારે ડિમાન્ડ છે. દરમિયાન અમેરિકાની ફાર્માસ્યુટિકલ કંપની ફાઈઝરે ભારત સરકારને પોતાની કોરોના વેક્સીનની આપૂર્તિ નોટ ફોર પ્રોફિટ રેટ પર આપવાની વાત કહી છે. કંપનીના પ્રવક્તાએ ગુરુવારે કહ્યું હતું કે, ફાઈઝરે ભારતમાં ચાલી રહેલા સરકારી વેક્સીનેશન કાર્યક્રમ માટે પોતાની વેક્સીનને નોટ ફોર પ્રોફિટ રેટ પર આપવાની વાત કહી છે. એટલે કે ફાઈઝર પ્રોફિટની કમાણી કર્યા વિના ભારતને વેક્સીન આપવા માગે છે. ફાઈઝર કંપનીનું કહેવુ છે કે, તે ભારત સરકાર સાથે વાત કરી રહી છે. વેક્સીનેશન કાર્યક્રમ માટે વેક્સીન ઉપલબ્ધ કરાવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.

આ દરમિયાન કંપનીના પ્રવક્તાએ ભારતમાં અમેરિકી વેક્સીનની કિંમતો પર જાહેર કરાયેલા એક રિપોર્ટને રદીયો આપી દીધો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ફાઈઝર કંપની ભારતમાં પોતાની વેક્સીનના ભાવ નક્કી કરી ચુકી છે. કંપનીનું કહેવુ છે કે, તેણે દુનિયાભરના લોકો માટે પોતાની વેક્સીન માટે સમાન અને સસ્તી પહોંચની દિશામાં કામ કર્યું છે. અલગ-અલગ દેશો પ્રમાણે વેક્સીનના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. કંપનીએ કહ્યું કે, તેણે ઉચ્ચ, મધ્યમ અને નિમ્ન આવક ધરાવતા દેશો માટે અલગ-અલગ કિંમતો નક્કી કરી છે.

કંપનીએ કહ્યું કે, દુનિયાભરમાં ચાલી રહેલા કોરોના વાયરસ સંકટના આ સમયમાં ફાઈઝર કંપનીનું માનવું છે કે, તેની પ્રાથમિકતા માત્ર વેક્સીનના માધ્યમથી સરકારોને તેમના વેક્સીનેશન કાર્યક્રમો માટે વિશેષરૂપે સમર્થન આપવાનો છે. અમારો દ્રષ્ટિકોણ ભારતમાં પણ એવો જ છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં વેક્સીનેશન અભિયાનને ગતિ આપવા માટે સરકારે ગત અઠવાડિયે Moderna, ફાઈઝર અને Johnson & Johnson દ્વારા બનાવાવમાં આવેલી વેક્સીનને ભારતમાં ઉપયોગને મંજૂરી આપવા પર વાતચીત કરી છે. જોકે, હાલ ભારતમાં ભારત બાયોટેકની કોવેક્સીન અને સીરમ ઈન્સ્ટીટ્યૂટની કોવિશીલ્ડ વેક્સીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, તેને વિદેશોમાં પણ એક્સપોર્ટ કરવામાં આવી રહી છે.

ફાઈઝર કોરોના વેક્સીન માટે અમેરિકી સરકાર પાસેથી પ્રતિ ડોઝ 19.5 ડૉલર (આશરે 1500 રૂપિયા) ચાર્જ કરી રહી છે. યુરોપીય યુનિયન માટે કંપનીએ 2022-23 માટે આશરે 1700 રૂપિયા પ્રતિ ડોઝનો ચાર્જ લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp