સુરતની ડાયમંડ કંપનીના MD જગદીશભાઈએ પ્લાઝ્મા ડોનેટ કર્યું

PC: khabarchhe.com

કોરોના કટોકટી વચ્ચે પ્લાઝ્માની જરૂરિયાત પૂરી કરવાં સુરત શહેરના નાગરિકોએ કોરોના યોદ્ધાઓની પડખે રહી સુરતવાસીઓએ વિક્રમજનક પ્લાઝ્માદાન કરી દિલેરીના દર્શન કરાવ્યાં છે. હાલ કોવિડના બીજા ફેઝમાં યુવાધનને પણ ઝડપથી સંક્રમિત થયા હતા. ત્સારે શહેરમાં પ્લાઝ્માની જરૂરિયાત હોવાનું જણાતા સુરતની ‘નિલમાધવ ઈમ્પેક્ક્ષ’ ડાયમંડ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જગદીશભાઈ લુખ્ખીએ પ્લાઝ્મા દાન કરી માનવતા મહેંકાવી છે.

મૂળ ભાવનગરના પાલીતાણાના નાના રાજસ્થળીના વતની સુરતના વરાછા વિસ્તારમાં આવેલી નિલમાધવ ઈમ્પેક્ક્ષ કંપનીના જગદીશભાઈ લુખ્ખીએ જણાવ્યું કે, ગત સપ્ટેમ્બર મહિનામાં કોરોના સંક્રમિત થયો હતો CRP અને ડી-ડાયમર લેવલ વધી જતા તબીબોની સલાહ મુજબ 10 દિવસ હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર લીધા બાદ કોવિડથી સ્વસ્થ થયો ત્યારે વિચાર આવ્યો કે દેશના જવાનો આપણા માટે બલિદાન આપી શક્તા હોય તો આપણે માનવતા નાતે રક્તદાન કે પ્લાઝ્મા દાન કરી જ શકીએ.

સંકટના સમયે કર્મભૂમિનું ઋણ અદા કરવાનો વારો છે. હાલ સૌરાષ્ટ્રમાં કોવિડની સ્થિતી શહેર કરતા ગંભીર છે અને કર્મભૂમિની સાથે સંકટ સમયે ઉભું રહેવું જોઈએ સુરતે આપણને ઝીરો માંથી હીરો બનાવ્યા છે. આ સમયે સુરતની સેવા કરવી જ આપણી નૈતિક ફરજ છે. જ્યાં સુધી શ્વાસ ચાલશે ત્યાં સુધી સેવા કરતો રહીશ.

જગદીશભાઈએ વધુમાં જણાવ્યું કે. ‘અમારી કંપનીમાં સેવાકીય પ્રવૃત્તિ રત્નકલાકારો હરહંમેશ તૈયાર હોય છે. દરેક વ્યક્તિએ આગળ આવીને સેવા કરવી જોઈએ. મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં છેલ્લા છ મહિનામાં સુરતની 10થી 12 ડાયમંડ કપંનીઓ જેવી કે નિલમાધવ ઈમ્પેક્ક્ષ, રામ ઈન્જેક્શન, ગોપીનાથ ડાયમંડ, યુનિક જેમ્સ, શિવમ જેમ્સ, ધામેલીયા બ્રધર્સ, મીરા જેમ્સ, કિરણ ડાયમંડ, માંગુકીયા ઈમ્પેક સહિતની અન્ય ડાયમંડ કંપનીના 300થી વધુ રત્નકલાકારભાઈએ પ્લાઝ્માદાન કરી પોતાની માનવતાનું શ્રેષ્ટ ઉદાહરણ પુરુ પાડ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp