PM મોદી 30 જાન્યુઆરીએ ફરી બનશે ગુજરાતના મહેમાન, જાણો શું છે સમગ્ર કાર્યક્રમ

PC: khabarchhe.com

તાજેતરમાં જ 3 દિવસની ગુજરાતની મુલાકાત બાદ વડાપ્રધાન મોદી દિલ્હી પહોચ્યા હતા. ત્યારે 30 મી જાન્યુઆરીએ તેઓ ફરી ગુજરાતની મુલાકાતે આવવાના છે. વડાપ્રધાનની સુરત શહેરની મુલાકાતને લઈને આજે કલેક્ટર કચેરીએ મીટિંગ રાખવામાં આવી હતી. જે મુજબ વડાપ્રધાન મોદીનો સમગ્ર કાર્યક્રમ આ મુજબ હશે.

PM મોદીનો મિનિટ ટુ મિનિટનો કાર્યક્રમ

  • 01:25 બપોરે- સુરત એરપોર્ટ પર આગમન
  • 01:30 - નવા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગનુ ખાતુમુહૂર્ત તથા સભા
  • 02:00 - સુરત એરપોર્ટથી વિનસ હોસ્પિટલ, રામપુરા જવા રવાના
  • 02:20-03:05 - બપોરે વિનસ હોસ્પિટલ રામપુરા ખાતે હોસ્પિટલ બિલ્ડીંગ ઉદ્ધાટન તથા સભા
  • 03:05 - વિનસ હોસ્પિટલથી સુરત એરપોર્ટ જવા રવાના
  • 03:30 - સુરત એરપોર્ટથી દાંડી, નવસારી જવા રવાના
  • 03:50-05:30 - બપોરે દાંડી, નવસારી ખાતે કાર્યક્રમ
  • 05:30 - દાંડીથી સુરત એરપોર્ટ આવવા રવાના
  • 05:50 - સુરત એરપોર્ટથી ઈન્ડોર સ્ટેડિયમ
  • 06:10-07:10 - બપોરે ઈન્ડોર સ્ટેડિયમ ખાતે કાર્યક્રમ
  • 07:10 - ઈન્ડોર સ્ટેડિયમથી સુરત એરપોર્ટ જવા રવાના
  • 07:30 સાંજે - સુરત એરપોર્ટથી પ્રસ્થાન

આમ વડાપ્રધાન મોદીની સુરતની મુલાકાતને લઈને શહેરમાં અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

દાંડીમાં શું છે કાર્યક્રમ?
નવસારી જિલ્લાના દાંડીમાં 150 કરોડના ખર્ચે મહાત્મા ગાંધીના જીવન અંગે માહિતી આપતા મ્યુઝિયમનું લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવશે. આ મ્યુઝિયમની ખાસ વાત એ છે કે, સાબરમતી આશ્રમથી મહાત્મા ગાંધી જ્યારે દાંડી યાત્રાએ નીકળ્યા હતાં એ સમયે તેમની સાથે જે 80 જેટલા પદયાત્રીઓ તે તમામ લોકોના સ્ટેચ્યુ અહીં બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 100 ફૂટ ઊંચી જ્યોત પણ બનાવવામાં આવી છે, જે હંમેશા પ્રજ્વલિત રહેશે. આ મ્યુઝિયમ બનાવવાનુ ખાસ વડાપ્રધાન મોદીના દિશા નિર્દેશથી શરુ કરવામાં આવ્યુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp