મોદી લહેરનો વિવેકની ફિલ્મ ‘PM નરેન્દ્ર મોદી’ને ફાયદો, જાણો પહેલા દિવસની કમાણી

PC: facebook.com/pg/TaranAdarshOfficial

PM નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી બાયોપિક શુક્રવારના રોજ સમગ્ર દેશના થિએટરોમાં રીલિઝ થઇ હતી. આ ફિલ્મનું દિગ્દર્શન ઓમંગ કુમારે કર્યું છે. ફિલ્મમાં વિવેક ઓબેરોય PM નરેન્દ્ર મોદીની ભૂમિકામાં છે. ફિલ્મના પહેલા દિવસના કલેક્શનની વાત કરીએ તો પહેલા દિવસે ફિલ્મને પણ મોદી લહેરનો ફાયદો થયો હોય તેવું લાગી રહ્યું છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યાનુસાર ફિલ્મને પહેલા દિવસે 2.88 કરોડની કમાણી થઇ હતી.

આ ફિલ્મ પહેલેથી જ ચર્ચામાં રહી હતી. કારણ કે આ ફિલ્મ ઇલેક્શન દરમિયાન રીલિઝ કરવાના હતા, પરંતુ વિપક્ષે આ ફિલ્મની રીલિઝ પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટ અને ઇલેક્શન કમિશનને અપીલ કરી હતી અને છેવટે ઇલેક્શન કમિશને આ ફિલ્મની રીલિઝ પર રોક લગાવી દીધો હતો. તરણ આદર્શે લખ્યું હતું કે, મોર્નિંગમાં આ ફિલ્મની શરૂઆત ધીમી રહી, પરંતુ સાંજ સુધીમાં ફિલ્મે સારું પ્રદર્શન કર્યું હતું.

તજજ્ઞોના મતે આ ફિલ્મને PM નરેન્દ્ર મોદીની જબરદસ્ત જીત બાદ સારો ફાયદો બોક્સ ઓફિસ પર થશે, તેવું લાગી રહ્યું છે. આ ફિલ્મની સાથે જ રીલિઝ થયેલી અર્જૂન કપૂરની ફિલ્મ ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડની પહેલા દિવસની 2.10 કરોડની જ કમાણી થઇ હતી

ફિલ્મઃ PM નરેન્દ્ર મોદી

ડિરેક્ટરઃ ઓમંગ કુમાર

પ્રોડ્યૂસરઃ સુરેશ ઓબેરોય, સંદિપ સિંહ, આનંદ પંડિત

કાસ્ટઃ વિવેક ઓબેરોય, સુરેશ ઓબેરોય, બરખા સેનગુપ્તા, પ્રશાંત નારાયણ, દર્શન કુમાર, બોમન ઇરાની, ઝરીના વહાબ, મનોજ જોશી

રીલિઝ ડેટઃ 5 એપ્રિલ, 2019

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp