રાજકોટ: પોલીસે કરી બીડીવાળા બાબાની અટકાયત, ઢોંગ બંધ કરવાની આપી લેખિતમાં ખાતરી

PC: news18.com

રાજકોટ જિલ્લાના હડાળા ગામમાં છેલ્લા ત્રણ મહિનાથી બીડીવાળા બાબા દ્વારા બીડીના ધૂપથી લોકોના દુઃખ દર્દ દૂર કરવામાં આવતા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. તેથી સમાજમાં અંધશ્રધ્ધા ફેલાવતા આ બાબાને સોમવારે રાત્રે વિજ્ઞાન જાથાએ રેડ પાડીને પકડી પાડવામાં આવ્યા હતા.

રાજકોટના હડાળા ગામમાં આ બીડીવાળા બાબ દ્વારા બીડીના ધૂપથી ગંભીર બીમારીઓને પણ ઠીક કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તેથી મોટી સંખ્યામાં લોકો તેમની પાસે સારવાર માટે આવતા હતા. ત્યારે મીડિયાના માધ્યમથી આ ઢોંગી બાબાની કરતૂત સામે આવતા પોલીસ અને વિજ્ઞાન જાથા હરકતમાં આવ્યુ હતુ.

વિજ્ઞાન જાથાએ કુવાડવા પોલીસને સાથે રાખીને સોમવારની રાત્રે રેડ કરી અને આ મૂળ નગીનભાઇ આંબલીયા નામના આ બીડીવાળા ઢોંગી બાબાની અટકાયત કરી હતી. ત્યારબાદ તેમની પાસેથી લેખિતમાં ખાતરી લીધી હતી કે, તે હવેપછી ક્યારેય આ પ્રકારનુ કાર્ય કરશે નહી અને પોતાનો નવો ધંધો શરુ કરશે.

મહત્વનુ છે કે આ ઢોંગી બાબા લોકો પાસેથી કોઈ પૈસા કે વસ્તુઓ માગતા ન હોવાના કારણે તેમની વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા. પરંતુ અહીં સવાલ એ છે કે, અનેકવાર આવા ઢોંગી બાબાઓના કિસ્સાઓ સામે આવતા હોવા છતાં પણ લોકો આવી અંધશ્રધ્ધામાં વિશ્વાસ કરી લેતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp