બંગાળ પોલીસે રોકી રેલી, BJP નેતા- તિરંગા યાત્રા માટે કોઇની મંજૂરીની જરૂરિયાત નથી

PC: ANI

પશ્ચિમ બંગાળ પોલીસે નંદીગ્રામમાં વિધાનસભાના નેતા પ્રતિપક્ષ શુવેન્દુ અધિકારીના નેતૃત્વમાં ‘હર ઘર તિરંગા’ બાઇક રેલી રોકી દીધી હતી. હલ્દિયાના એડિશનલ SP શ્રદ્ધા એન. પાંડેએ કહ્યું કે, બાઇક રેલી નહીં થઈ શકે, મંજૂરી માત્ર ‘પદયાત્રા’ માટે છે. તેમની પાસે બાઇક રેલી માટે પોલીસની મંજૂરી નથી. તો પોલીસ દ્વારા રેલી રોકવા પર શુવેન્દુ અધિકારીએ કહ્યું કે, ‘હર ઘર તિરંગા’ ન તો રાજનૈતિક અને ધાર્મિક રેલી છે અને ન તો જનસભા. અમે શાંતિપૂર્ણ અભિયાન ઇચ્છતા હતા, પરંતુ મમતા બેનર્જીએ પોલીસને નિર્દેશ આપ્યા છે કે શુવેન્દુ અધિકારીને એમ ન કરવા દેવામાં આવે. હું કેન્દ્રીય ગૃહ મંત્રીઓને આ આખી ઘટના સંબંધિત એક E-mail કરીશ.

એ સિવાય શુવેન્દુ અધિકારીએ કહ્યું કે, હું ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં ઊભો નથી. અમને તિરંગા યાત્રા માટે કોઇની મંજૂરીની જરૂરિયાત નથી. આ યાત્રાનો કોઈ રાજનૈતિક નારો નથી. ડરવાની જરૂરિયાત નથી. શું વડાપ્રધાનના આહ્વાનને અંજામ આપવા માટે મંજૂરી લેવાની જરૂરિયાત છે? એ શરમજનક છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળના વિપક્ષ નેતા શુવેન્દુ અધિકારી શુક્રવારે ‘હર ઘર તિરંગા’ બાઇક રેલી સાથે નીકળ્યા હતા, પરંતુ નંદીગ્રામમાં પોલીસે વચ્ચે રસ્તા પર રોકી દીધા.

તો ભારતીય જનતા પાર્ટી (BJP)એ શુક્રવારે કહ્યું કે કેન્દ્ર સરકારના ‘હર ઘર તિરંગા’ અભિયાનને આખા દેશમાં અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે. પાર્ટીએ દાવો કર્યો કે સ્વતંત્રતા દિવસના દિવસે 20 કરોડ ઘરોમાં તિરંગો લગાવવાનું લક્ષ્ય નિશ્ચિત રૂપે હાંસલ કરી લેવામાં આવશે. ભાજપના મહાસચિવ અરુણ સિંહે પાર્ટી મુખ્યાલયમાં સંવાદદાતાઓને સંબોધિત કરતા કહ્યું કે, 14 ઑગસ્ટના રોજ વિભાજન વિભીષિકા દિવસ હેઠળ પાર્ટી તરફથી આખા દેશમાં સ્વતંત્રતા સેનાનીઓ અને મહાપુરુષોની મૂર્તિઓની આસપાસ સ્વચ્છતા સાથે જોડાયેલા કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. તેમણે આગળ કહ્યું કે પાર્ટીના અધ્યક્ષ જે.પી. નડ્ડા આ અવસર પર શનિવારે આયોજિત એક પ્રદર્શનીનું ઉદ્દઘાટન કરશે.

હર ઘર તિરંગા બાઇક રેલીને પોલીસ દ્વારા રોકવા બાબતે શુવેન્દુ અધિકારીએ અમિત શાહને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું કે, 75માં સ્વતંત્રતા દિવસના ઉપલક્ષ્યમાં હું આજે પોતાના વિધાનસભા ક્ષેત્ર નંદીગ્રામ, પૂર્બા મેદીનીપુરમાં તિરંગાયાત્રામાં ભાગ લઈ રહ્યો હતો. દેશભક્તિના જોશથી ઘણા ગ્રામીણો અને સામાન્ય જનતા ભારતીય રાષ્ટ્રીય ધ્વજ સાથે ભેગા થયા અને સ્વેચ્છાથી મારી સાથે માર્ચ કરી. કાર્યક્રમનું ઉદ્દેશ્ય માનનીય નરેન્દ્ર મોદી 13 ઑગસ્ટ 2022થી 15 ઑગસ્ટ સુધી પોતાના ઘર પર તિરંગાની મેજબાની કરવા માટે આહ્વાનને પ્રોત્સાહ આપીને લોકોને જાગૃત કરીને હર ઘર તિરંગા આંદોલન માટે પ્રચાર કરવાનું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp